10 વર્ષમાં ઉમરગામના તળગામમાં દરિયો 300 ફૂટ ગામ તરફ ધસી આવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરગામ તાલુકાના તળગામ પંચાયત વિસ્તારમાં 2થી 3 કિમિ લાંબો દરિયા કિનારો આવેલો છે. જે દરિયા કિનારેથી 30થી 35 મીટરના અંતરે માનવ વસ્તી આવેલી છે. દરિયામાં દર વર્ષે આવી રહેલી દરિયાની મોટી ભરતીના લીધે દરિયાનું ધોવાણ રહ્યું છે. દરિયો છેલ્લા 10 વર્ષમાં 300 ફૂટ જેટલો આગળ આવ્યો છે. વરસાદી પાણી ફૂટબોલના મેદાનમાંથી દરિયાઈ તરફ વહી રહ્યું છે. તથા દરિયાઈ ભરતીના પાણી ખીણમાં ચાલી જતા ફુટબોલનું મેદાનનું ધોવાણ થઈ રહ્યું છે. ભરતીના પાણી માંગેલવાડ વિસ્તારમાં ફરી વળવાની આશંકા લઇ લોકોમાં ફડફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

તળગામ ગામ ખાતે આવેલો દરિયામાં દર વર્ષે આવી રહેલી મોટી ભરતીના લીધે દરિયાઈનું ધોવાણ થઈ રહ્યું છે. તળગામના દરિયા કિનારે આવેલું મેદાન દર વર્ષે ધોવાણને લઇ નાનું થઈ રહ્યું છે. તળગામના માંગેલવાડ વિસ્તારમા અંદાજીત 500થી વધુ ઘરોમાં 1500થી વધુ લોકોની વસ્તી છે. અરબી સમુદ્રના તટ પર વસેલું માંગેલવાડ 850 મીટર દરિયાઈ પટ્ટી પર આવેલું છે. સમુદ્રના કિનારા પર 30થી 35 મીટરના અંતરે રહેણાંક વિસ્તાર છે. દરિયાઈ પટ્ટી પર 100થી વધુ ઘરો આવેલા છે. ઘરની પાછળ દરિયો સુસવાટા મારી રહ્યો છે. ચોમાસાની મોસમમાં દરિયામાં અમાસથી ચોથ સુધી સતત 5 દિવસ મોટી ભરતી આવી રહેલી છે.

દક્ષિણ ગુજરાતમાં છેવાડે આવેલા ઉમરગામ તાલુકાના તળગામમાં દરિયા કિનારે પ્રોટેક્શન વોલના અભાવે સતત થઇ રહેલું ધોવાણ.

ફૂટબોલ ગ્રાઉન્ડ દર વર્ષેનાનું થઈ રહ્યું
અરબી સમુદ્રના તટ પર વસેલું તળગામના માંગેલવાડ વિસ્તારમાં ફૂટબોલનું ગ્રાઉન્ડ આવેલું છે. જે ગ્રાઉન્ડમાંથી વરસાદી પાણી વહેતા ગ્રાઉન્ડનું ધોવાણ થઈ ખીણનું નિર્માણ થયું છે. જે ખીણમાં ભરતીના પાણી ઘુસી જતા ખીણ મોટી થઈ મેદાનનું ધોવાણ થઈ મેદાનનું થઈ રહ્યું છે. મેદાનમાં આંગણવાડી આવેલી છે. જે આગણવાડીનું મકાન દરિયાની ભરતીથી અંદાજીત 250 ફૂટની દુરી પર છે. જે આંગણવાડીમાં ફળિયાના ભૂલકાંઓ મનોરંજન સાથે પાયાનું શિક્ષણ મેળવી રહ્યા છે.

તાજેતરના ભારે વરસાદ બાદ સ્થિતિ વધુ કથળી
ઉમરગામ તાલુકાના તળગામ ગામ ખાતે પ્રોટેકશન વોલના અભાવે દરિયાઈ ધોવાણ થઇ રહ્યું છે. દર વર્ષે ચોમાસાના મોસમમાં મોટી ભરતીના મોજા ફુટબોલ મેદાનને ટકરાતાં મેદાન નાનું થઈ રહ્યું છે. દરિયો માનવ વસ્તી વચ્ચે આવી રહ્યો છે. થોડા દિવસો અઘાઉ જ ઉમરગામ તાલુકામાં ભારે વરસાદ પડતાં વરસાદી પાણી મેદાનમાં રહી દરિયામાં જતા ખીણનું નિર્માણ થયું છે. વન અને આદિજાતિ મંત્રી રમણલાલ પાટકર સરકારી અધિકારી સાથે સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.

ધોવાણ થતા હવે ઘરો દરિયાથી માંડ 100 ફૂટ દૂર
તળગામ ગામ સમુદ્ર કિનારે પ્રોટેક્શન વોલના અભાવ ધોવાણ થઈ રહ્યું છે. 10 વર્ષ પૂર્વે દરિયાની ભરતી 300 ફૂટ અંદર રહેતી હતી. રહેઠાણ વિસ્તાર 400 ફૂટ દૂર હતો. જે અંતર હવે ધોવાણના લીધે માત્ર 100 ફૂટ પર પહોંચી ગયું છે. દરિયો 300 ફૂટ જેટલો માનવ વસ્તીની નજીક આવી પહોંચ્યો છે. મહાદેવભાઈમાંગેલા, ઉપસરપંચ, તળગામ

તળગામમાં પ્રોટેક્શન વોલ બનાવી જરૂરી
મરોલી થી દાંડી સુધીના દરિયા કિનારે પ્રોટેક્શન વોલ બનાવેલી છે. તળગામમાં પ્રોટેક્શન વોલના અભાવે છેલ્લા ત્રણેક વર્ષથી ધોવાણ વધી રહ્યું છે.જેમ બને તેમ માનવ વસ્તીમાં દરિયાના પાણી પ્રવેશે તે પહેલાં પ્રોટેકશન વોલ બનાવવામાં આવે તે જરૂરી છે. જગદીશભાઈમાંગેલા, સ્થાનિક,માંગેલવાડ, તળગામ

1 વર્ષ પૂર્વે પ્રોટેક્શન વોલ માટે રજૂઆત કરી હતી
તળગામ વિસ્તારમાં 2 થી 3 કિમિ લાંબો દરિયો કિનારે આશરે 850 મીટરે રહેણાંક વિસ્તાર આવેલો છે. જેમાં 500 જેટલા ઘરો વર્ષો પુરાણા છે. છેલ્લા પાંચેક વર્ષથી મોટી ભરતી આવતી હોય કિનારાનું ધોવાણ થતા તળગામના દરિયા કિનારે પ્રોટેકશન વોલ બનાવવા માટે ગત વર્ષે ધારાસભ્ય અને હાલ રાજ્યના મંત્રી રમણલાલ પાટકરને લેખિત જાણ કરી હતી. જિગનીષાબેન એન.પટેલ, સરપંચ, તળગામ ગ્રામ પંચાયત.

અન્ય સમાચારો પણ છે...