ઉંમરગામમાં ઢોરોના ત્રાસથી શિયાળુ પાક બંધ થયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરગામ તાલુકામાં એક દાયકાથી રખડતા ઢોરોના લીધે ખેડૂતોએ શિયાળુ પાક બંધ કરી દીધો છે. જેના લીધે ખેડૂતોની આવક અડધી થઈ ગઈ છે. રખડતાં ઢોરની અસર ચોમાસુ પાક પર પણ પડી રહી છે.

ઉંમરગામ તાલુકાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ખેતીનો આધાર વરસાદ પર રહેલો છે. ઉમરગામ તાલુકામાં ઉનાળામાં ખેતી માટે નહેર પાણીની વ્યવસ્થા પુરી પાડવા છતાં ખેડૂતો રખડતા ઢોરોના ત્રાસથી દસેક વર્ષથી શિયાળુ પાક બંધ કરી દીધો છે. શિયાળા પાક તરીકે વાલ, ચણા, શાકભાજી, તરબૂચનો પાક લેતા હતા.

ઉમરગામ તાલુકાના ફણસા અને મરોલી ગામના વાલની ખેતી જિલ્લાભરમાં જાણીતી બની હતી. પરંતુ કલગામ, ફણસા, કનાડુ, પાલીકરમબેલી, સરઈ, મરોલી, માણેકપુર, સરીગામ, ભીલાડ, ડહેલી, પુનાટ, અણગામ સહિત અન્યો ગામોમાં અડીંગો જમાવી બેઠેલા રખડતા ઢોરો ખેડૂતોની ખેતી સફાચટ કરી રહ્યા છે.ખેડૂતોએ બજારમાંથી શાકભાજી ખરીદીને રસોઈમાં લેવા પડી રહી છે. ઢોરો પર અંકુશ મુકવા બે વર્ષ પૂર્વે સમિતિની રચના કરી હતી. જે સમિતિ કાગળ પૂરતી સીમિત રહી હતી. રખડતા ઢોરો ઉનાળા બાદ હવે ચોમાસુ ખેતીને પણ નુકસાન પહોંચાળી રહ્યા છે.ઉમરગામ તાલુકામાં ઢોરો પર અંકુશ મૂકવામાં આવે તો ખેડૂતો શિયાળુ પાક લઈ આવક વધારી શકે તેમ છે. ફણસાના ખેડૂત રાજેશ શાહ એક વર્ષથી રખડતા ઢોરોના ત્રાસ દૂર કરી ખેડૂતોની આવક વધી શકે તે માટે વિવિધ સેવા ભાવિ સંસ્થા સાથે પ્રયત્નો કરી રહ્યા છે.

પંચાયત કે ખાનગી સંસ્થા આગળ આવે તે જરૂરી
પાણીની વ્યવસ્થા હોવા છતાં ખેડૂતો રખડતા ઢોરોના લીધે માત્ર ચોમાસુ પાક લઇ રહ્યા છે. રખડતા ઢોરોને પાંજરપોળમાં મોકલી આપવામાં આવે તો ખેડૂતોની આવક બમણી થઈ શકે તેમ છે. ગ્રામ પંચાયતે કે સંસ્થા આગળ આવે તે જરૂરી છે. સુરેશભાઈ પટેલ, ખેડૂત, બિલિયા

અન્ય સમાચારો પણ છે...