• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Umbergaon
  • નારગોલ બંદર વિસ્તારમાં દરિયા કાંઠા નજીક માછીમારો દ્વારા બનાવેલા

નારગોલ બંદર વિસ્તારમાં દરિયા કાંઠા નજીક માછીમારો દ્વારા બનાવેલા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નારગોલ બંદર વિસ્તારમાં દરિયા કાંઠા નજીક માછીમારો દ્વારા બનાવેલા મકાનોમાં ભરતીનું પાણી પ્રવેશતા માછીમારો દ્વારા મકાનોમાં રાખવામા આવેલ માછીમારી કરવાની સાધન સામગ્રીને નુકસાન થયું છે.

ઉમરગામ તાલુકાનાં નારગોલ ગામે નારગોલ માછીવાડ વિસ્તારના દરિયા કિનારે માછીમારો દ્વારા 100 જેટલા અર્ધકાચા મકાન બનાવેલા છે. વર્ષમાં બૂમલા તેમજ અન્ય માછલી સુકાવાની જગ્યા પણ નજીકમાં હોય રાત મધ રાત્રે માછીમારી પ્રવૃતિ માટે સાધન સામગ્રી મૂકવા તેમજ માછીમારીની મોસમમાં રોકાણ કરવા માટે નિર્માણ કરવામાં આવેલા 100 જેટલા મકાનો ધરાવતા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી ભરતીનું પાણી ભરવાના બનાવો બની રહ્યા છે. અષાઢી બીજની મોટી ભરતી ટાણે શનિવારના દિને બપોરે 3:30થી 4:30 સુધી ભારતીના મોજા આ મકાનોની અંદર ફૂટતા માછીમારોને ખાસ્સી નુકશાની વેઠવી પડી છે. દરિયો ઉફાને છઠતા 30 થી 40 માછીમારોના મકાનોમાં પાણી ભરાતા માછીમારો દ્વારા રાખવામા આવેલ માછીમારીના સમાન તેમજ કેટલાક મકાનોમાં રહેતા પરિવારના ઘરવખરીને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. સ્થાનિક યુવા માછીમાર જિગ્નેશભાઈ સાગરવાળા તેમજ પંચાયતના સભ્ય ઉપેન્દ્રભાઈ ટંડેલના જણાવ્યા મુજબ આજરોજ પ્રથમ વખત દરિયો આટલો વિકરાળ બન્યો છે. જેના કારણે નારગોલ બંદર વિસ્તારનો સમગ્ર વિસ્તાર જોખમમાં છે. દરિયાનું પાણી મુખ્યરહેણાક વિસ્તારમાં પણ આવે તેવી સ્થિતિ દૂર નથી.

...અનુસંધાન પાના નં. 2

અન્ય સમાચારો પણ છે...