તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સોળસુંબામાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

સોળસુંબામાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરગામ | ઉમરગામતાલુકાના સોળસુંબા ગામે આંકડાનો જુગાર રમતા અને રમાડતા ત્રણ જેટલા ઇસમોને પોલીસે રંગે હાથ ઝડપી પાડયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચની પોલીસે પૂર્વ બાતમીના આધારે ઉમરગામ સોળસુંબા ફાટક બહાર આવેલા આદર્શ નગરમાં મંગળવારના રોજ છાપો માર્યો હતો. અહીં આંકડાનો જુગાર રમતા અને રમાડતા ત્રણ શખ્સો સુરેશ શંકર સાવંત, દીપક સુરેશ સાવંત બંને રહે. ઉમરગામ, સોળસુંબા તથા દિનેશ મહેન્દ્ર રાજપૂત રહે. દહાણુને રંગે હાથ ઝડપી પાડી તેઓ પાસેથી રોકડ રૂિપયા, મોબાઇલ ફોન તથા જુગારના સાહિત્યો એક નોટબુક મળી કુલ ~23 હજારનો મુદ્દામાલ કબજે લઇ ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ ઉમરગામ પોલીસને સુપરત કરી હતી.