• Gujarati News
  • ઉમરગામપાિલકા વિસ્તારમાં મનોરંજન કર જમાં કરાવ્યા વિના તથા મંજુરી

ઉમરગામપાિલકા વિસ્તારમાં મનોરંજન કર જમાં કરાવ્યા વિના તથા મંજુરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉમરગામપાિલકા વિસ્તારમાં મનોરંજન કર જમાં કરાવ્યા વિના તથા મંજુરી લીધા વિનાં સ્થાિનક લુખ્ખા અને મળ‌તીયાઓના ઈશારે ઉમરગામ શહેરનાં બજારોમાં દુકાન બંધ કરાવી ટ્રાફિક સમસ્યા ઉત્પન્ન કરી શરૂ કરેલ ટીવી સિરીયલનું શુંટીગનો વિવાદ દિવસભર ચાલ્યો હતો.

ઉમરગામનાં વૃન્દાવન સ્ટુડીયો ખાતે ફરમાતા હોય છે. જાણકારોનાં મત મુજબ મુંબઈનાં તેમજ અન્ય સ્ટુડીયોમાં શુટિંગ કરવાં કરતાં ઉમરગામનો વૃન્દાવન સ્ટુડીયો અતી સસ્તો પડે છે તેમાં પણ વધુ સસ્તુ પતાવવા હવે ફિલ્મ તથા સીરીયલનાં નિમાતાઓ કેટલાક સ્થાનીક મળતીયાઓના સહારે વૃન્દાવન સ્ટુડીયો બહાર એટલેકે ઉમરગામ શહેર, નારગોલ જેવા ગામોમાં આગેવાનોને ધાયુ આપી મફતનાં ભાવે શુટિંગ કરતાં હોઈ છે. ટી.વી.સિરીયલ અને ફિલ્મનું મોટુ બજેટ હોય છે. છતાં અંદરનાં વ્યક્તિઓ પ્રોડ્યુસર સમક્ષ મોટો ખર્ચો બતાવી ગામડાઓની પંચાયત તથા નગર પાલીકાને મનોરંજન કર ચુકવતાં નથી. તેવોજ એક મામલો ઉમરગામ શહેર ખાતે બન્યો છે. હિન્દી ધારાવાહી બંધન નામક ટી.વી. સિરીયલનું શુટિંગ આજરોજ ઉમરગામ ટાઉન ખાતે શરૂ કરવામાં આવ્યું હતું. સ્થાનીક લુખ્ખા તેમજ મુંબઈનાં માથાભારે તત્વોએ પ્રથમ જાહેર માર્ગ બંધ કરાવી કેટલીક દુકાનો બંધ કરાવી દીધી હતી.