• Gujarati News
  • મરચાંકયારેય મીઠા હોતા નથી’’ પણ ઉમરગામ તાલુકાના સંરોડાના ખેડૂત

મરચાંકયારેય મીઠા હોતા નથી’’ પણ ઉમરગામ તાલુકાના સંરોડાના ખેડૂત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મરચાંકયારેય મીઠા હોતા નથી’’ પણ ઉમરગામ તાલુકાના સંરોડાના ખેડૂત દશરથભાઇ પટેલની મરચીની ખેતીએ જીવનમાં મીઠાશ ભરી દીધી છે, એમાં બે મત નથી. દશરથભાઇ જન્મજાત ખેડૂૂત છે. વર્ષોથી ખેતી કરી રહયા છે. પણ આજની મોંધવારી અને કલાયમેન્ટ ચેઇન્જ વાતાવરણમાં ખેતી કરવી ખૂબ મુશ્કેલ છે. આવા સમયે રાજય સરકારના આત્મા પ્રોજેકટના માર્ગદર્શનથી આધુનિક ખેતી સાથેની નવી દિશા ચીંધી છે

આત્મા પ્રોજેકટમાં જોડાઇને આધુનિક ખેતીનું જ્ઞાન, કૃષિ વિકાસ કેન્દ્ર, પ્રેરણા પ્રવાસ, કિસાનગોષ્ઠી જેવા કાર્યક્રમ થકી વધુ જાણકારી મેળવી અને વર્ષોથી ખેતીની અનુભવનો નિચોડથી આજે હાઇબ્રીડ મરચીની ખેતી કરી રહયા છે. દશરથભાઇએ એક હેકટરમાં મરચીની ખેતી પેપ્સી સ્ટ્રીપ ડ્રીપ ઇરીગેશન પધ્ધતિથી કરી છે. પોતાની વાડીમાંજ તૈયાર કરેલ ધરૂને રોપણીના આઠ - દસ દિવસ પહેલા ઉપરના આશરે ત્રણ સે.મી ભાગને કાપી નાંખીને પાંચથી ફૂટનો ગાળો રાખીને રોપણી કરવામાં આવી. પાયામાં જરૂરીયાત પ્રમાણે છાણીયું ખાતર અને નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશયુકત પોલ્ટ્રીફાર્મનુ ખાતર આપવામાં આવ્યું. બાકીનું ખાતર ડ્રીપ દ્વારા આપવામાં આવી રહયું છે. જેથી એક હેકટર જમીનમાં માત્ર ચાર કિલો ખાતર પુરતું થઇ રહે છે. માત્ર 10 ટકા જેટલાજ ખાતરનો વપરાશ થાય છે. પેપ્સી સ્ટ્રીપ ડ્રીપના કારણે નીંદામણ નીકળતું નથી. જેથી મજુરીનો ખર્ચ નહિ‌વત, પાણી, સમય, અને રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ થાય જેથી નાંણાની બચત થાય છે. દશરથભાઇ કહે છે, મરચાની ખેતીમાં કોકડવાનો રોગ ખૂબ જોવા મળે છે. પરંતુ પેપ્સી સ્ટ્રીપ ડ્રીપના કારણે રોગ ઉપર કાબુ મેળવી શકાય છે. મરચીના ખેતરમાં સાથે ગલગોટાના છોડ પણ રોપવામાં આવ્યા છે. જેથી મરચીમાં થતી ઇયળ ગલગોટાના ફૂલથી આકર્ષાય છે અને મરચીમાં ઉપદ્રવ અટકે છે હાલ દશરથભાઇ ચારેક વાર લણણી કરી ચૂકયા છે. દર દશ થી બાર દિવસે લણણી કરવામાં આવી રહી છે. શરૂઆતમાં 800 કિલો જેટલું ઉત્પાદન મળ્યા બાદ હાલ સરેરાશ ૧૨૦૦ કિલો જેટલું ઉત્પાદન મેળવી રહયા છે.



દશરથભાઇ ખેતીના જરૂરી માર્ગદર્શન આત્મા પ્રોજેકટ અને કૃષિ કેન્દ્રના સતત સંપર્કમાં રહે છે. મરચીની ખેતી સાથે ટામેટા, કોબીજ, રીંગણ અને ફલાવરની ખેતી પણ કરીને સારૂ એવું ઉત્પાદન મેળવી રહયા છે. આધુનિક અને અઢળક ઉત્પાદન બદલ કૃષિ મહોત્સવ દરમિયાન એમને એર્વોડ પણ આપવામાં આવનાર છે

ખેતીના વિશેષ માર્ગદર્શન માટે દશરથભાઇના મોબાઇલ નં. ૯૮૭૯૯૧૩૯૯૨ ઉપરથી મેળવી શકાય છે