• Gujarati News
  • પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

વલસાડ |ઉમરગામના ભીલાડ ખાતે નરોલી ચેક પોસ્ટ નજીક પંકજભાઈની ચાલમાં રહેતા સુનૈનાદેવી વિજયભાઈ શાહ ઉ.વ.35 કોઈક અગમ્યકારણસર શરીરે કેરોસીન છાંટી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેઓ શરીરે 100 ટકા જેટલા દાઝી ગયા હતા. જેમને સારવારઅર્થે વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજતાં ડો. ટંડેલે સીટી પોલીસને જાણ કરી હતી.

વલસાડ| વલસાડશહેરના મુલ્લાવાડી ખાતે અંબામાતા મંદિરની પાસે રહેતા બુટલેગર મહેન્દ્ર રમણભાઈ પટેલ ઘરમાંથી પોલીસે પૂર્વ બાતમીના આધારે છાપો મારતા ઘરમાંથી ~ 18,325નો દારૂ મળ્યો હતો. દારૂ સાથે મહેન્દ્ર પટેલની ધરપકડ કરી છે.

મુલ્લાવાડીમાંથી દારૂ ઝડપાયો