• Gujarati News
  • ડહેલીની કંપનીના કેન્ટીનમાં કૂકર ફાટતા કામદારનું મોત

ડહેલીની કંપનીના કેન્ટીનમાં કૂકર ફાટતા કામદારનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગંભીર હાલતમાં યુવાને ભીલાડની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરયો

ભાસ્કરન્યૂઝ. ભીલાડ

ભીલાડનજીક ડહેલી ગામ ખાતે સતલજ કંપનીની કેન્ટીનમાં રવિવારની સવારે 8 કલાકે કૂકર ફાટતા 25 વર્ષિય કામદારનું ગંભીર ઈજા પહોંચી હતી. યુવાનને સારવાર માટે ભીલાડના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેમનું મોત નીપજયું હતું.

ભીલાડ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકાના ડહેલી ગામ ખાતે સતલજ નામની કંપની આવેલી છે. જે કંપનીના ક્વાર્ટસમાં રહીને છેલ્લા પાંચ વર્ષોથી કોન્ટ્રાક્ટ ખાતામાં કંપનીના હેલ્પર તરીકે 25 વર્ષિય યુવાન રાકેશ રવિન્દ્ર યાદવ કામ કરતો હતો. જે રાબેતા મુજબ રવિવારના રોજ સવારે 7 કલાકે કંપનીની કેન્ટીનમાં તેમના સંબંધી મનોજ શ્રીદીનધા (રે. મૂળ- બિહાર) ચા પીવા ગયો હતો. કેન્ટીંગમાં ચા તૈયાર રહેતા બન્ને યુવાનને થોડો સમય રાહ જોવા જણાવતા બન્ને ખુરશી પર બેઠા હતા. જે દરમિયાન કેન્ટીગમાં બટાકા બાફવા માટે મુકેલું કૂકર ફાટતા રાકેશની ડાબી બાજુ છાતીના તથા પેટના ભાગે ગંભીર ઈજા તથા ગરમ પાણીથી દાજી જવા પામ્યો હતો. ગંભીર હાલતમાં યુવાને ભીલાડની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જયાં ટૂકી સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બનાવ અંગે મનોજ શ્રીદિનધા (રે.ડહેલી સતલજ કંપનીના ક્વાટર્સમાં મૂળ-યુપી)એ ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.