• Gujarati News
  • ઉમરગામ પાલિકા ટીપીની બેઠક CRZના મુદ્દે મુલતવી

ઉમરગામ પાલિકા ટીપીની બેઠક CRZના મુદ્દે મુલતવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરગામનગર પાલિકાની ટાઉન પ્લાનીંગની બેઠક આઠ મહિના બાદ મળી હતી. પરંતુ સીઆરઝેડ મુદ્દે ઉપસ્થિત પ્રાંત અધિકારીની સુચનાથી બેઠક સ્થગિત કરતાં 14 થી વધુ ફાઈલો ઉપર ગ્રહણ લાગી ગયું છે.

ઉમરગામ નગર પાલિકાની ટાઉન પ્લાનીંગ બેઠક આઠ માસ બાદ ગુરુવારનાં રોજ બપોરે 2.30 કલાકે પાલિકાના સભાખંડમાં ટાઉન પ્લાનીંગ સમિતીનાં અધ્યક્ષ ચંદુભાઈ ઈન્દુલકરની અધ્યક્ષ પણ હેઠળ મળી હતી. બેઠક પ્રાંત અધિકારી વઘસીયા, નગર નિયોજક ચૌધરી, ડી.એમ.ઓ પાલિકાના ચીફ ઓફિસર શૈલેષ પટેલ સહિત ટાઉન પ્લાનીંગ સમિતીનાં તમામ સભ્યોની હાજરી શરૂ થઈ હતી. બેઠકની શરૂઆતમાં સીઆરઝેડ ના મુદ્દે ચર્ચા થતાં આવેલ 14 ફાઈલોનું ક્લીયરન્સ (મંજુરી આપવા) પહેલા સીઆરઝેડની પૂર્તતા કર્યા બાદજ આગળ વધવાની વાત પ્રાંત અધિકારીએ કરી હતી.

તમામ ફાઈલો સાથે સીઆરઝેડનો અભિપ્રાય મેળવ્યા બાદ મંજુરીની મોહર મારવાનાં નિર્ણયથી બેઠક મુલ્તવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નિર્ણયનાં કારણે પાલિકાને મળેલી 14 ફાઈલો ઉપર સીઆરઝેડનું ગ્રહણ લાગતા બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ટાઉન પ્લાનીંગમાં પ્લાન મંજૂર કર્યા વીના બાંધકામ શરૂ કરાયું છે. જેમાં ઉમરગામ કોર્ટ સામે નિર્માણ પામી રહેલું મામલતદાર કચેરીનું મકાન સીઆરઝેડનાં મુદ્દે અટકી પડ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.



અધિકારીઓએ સલામતીમાટે પગલુ લીધું

સરકારના1971ના સીઆરઝેડ કાયદાનો મુદ્દો ટાઉન પ્લાનીંગમાં સામે આવતા સીઆરઝેડનું ક્લીયરીંગ મેળવ્યા બાદ મંજુરી આપવાનો નિર્ણય લઈ અધિકારીઓએ પોતાની સેફટી કરી છે. સીઆરઝેડના નિયમને લઈને અધિકારીઓ પણ વિશામણની સ્થિતીમાં હોઈ ભવિષ્યમાં તેમને લાગી નહીં પડે તે માટે અગમ ચેતી વાપરી છે. હવે ફરી ટીપીની બેઠક કયારે મળે તેના ઉપર બિલ્ડરની નજર રહેશે.

મંજૂરી વિના કામ કરનારા બિલ્ડરો અટવાશે

ઉમરગામપાલિકામાંપહેલા બાંધકામ થાય છે ત્યારબાદ બિલ્ડરો પોતાની ફુરસદ પ્રમાણે મંજુરી લેતા હોય છે. જેમાં બાંધકામ મંજુરી અર્થે ટી.પીમાં મુકાયેલી 14 ફાઈલો પૈકી અનેક બાંધકામો શરૂ કરી દેવાયેલા હોય આવા બાંધકામો કાયમ માટે ધોચમાં પડે તેમ છે. સરકારનાં 1991 ના સીઆરઝેડ નાં કાયદા મુજબ દરિયાઈ ભરતીના પાણીથી 500 મીટર અંતર સુધી સીઆરઝેડ લાગુ પડે છે.