• Gujarati News
  • શૂઝ પહેરી ગયેલા માસુમ બાળકોને તાલીબાની સજા

શૂઝ પહેરી ગયેલા માસુમ બાળકોને તાલીબાની સજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ યુનિફોર્મ કીટમાં મોજા શાળાએ આપવાથી શુઝ વિના બાળકો શાળામાં ગયા હતા

{ એક સત્રથી યુનિફોર્મ વિના બાળકો ભણવા જાય છે

ભાસ્કરન્યૂઝ. ઉમરગામ

ઉમરગામનીસ્વામીનારાયણ જ્ઞાનકેન્દ્ર શાળાનો યુનિફોર્મ બદલ્યાં બાદ નવા યુનિફોર્મની કીટ સમયસર આવતા મોજાના અભાવે શુઝ પહેરી ગયેલા નાના કુમળા બાળકોને તાપમાં મેદાન પર 25 ચક્કર લગાવવાની સજા ફટકારતા વાલીઓમાં રોષ વ્યાપી ગયો છે.

અંગે નામ આપવાની શરતે માહિતી આપતાં એક વાલીએ જણાવ્યું કે, સ્વામિનારાયણ જ્ઞાનકેન્દ્ર અંગ્રેજી સ્કુલમાં વર્ષે યુનિફોર્મ બદલવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં સુરતની એક કંપની કુરીયર દ્વારા યુનિફોર્મ કીટ મોકલશે ત્યારે પેમેન્ટ ચુકવીને લઈ લેવી. કીટમાં યુનિફોર્મ સહિત વ્હાઈટ કેનવાસ શૂઝ અને મોજા એક સત્ર પુરૂ થઇ ગયું હોવા છતાં યુનિફોર્મ અાવતા યુનિફોર્મ વિના બાળકો ભણવા જઈ રહ્યાં છે. મોજા વિના કેટલાક વિદ્યાર્થીઓ શુઝ પહેરીને સ્કુલમાં જતાં એવા વિદ્યાર્થીઓને સજાના ભાગરૂપે શાળાના મેદાન ઉપર 25 ચક્કર લગાવી ઉઠબેઠક કરાવતા વાલીઓમાં રોષ વ્યાપી ગયો છે. કુમળા બાળકોને શાળા સંચાલકો માનસીક દબાણ કરી રહ્યાં હોવાની ફરિયાદ વાલી મંડળ દ્વારા ઉચ્ચકક્ષાઅે કરવામાં આવનાર છે.

અંગે શાળાના વ્યાયામ િશક્ષક રાજેશ પટેલે જણાવ્યું કે, સુરતની એજન્સીએ સમયસર યુનિફોર્મ કીટ આપતા તકલીફ ઉભી થઇ છે. જોકે બે દિવસમાં તમામ વિદ્યાર્થીઓને કીટ આપી દેવાશે. બાળકોને કદાચ સામાન્ય સજા આપી હશે, મેદાનમાં દોડાવાયા તે વાત ખોટી છે.

શિક્ષા કે શિક્ષણ ?| ઉમરગામની સ્વામીનારાયણ જ્ઞાન કેન્દ્ર શાળામાં બાળકોને 25 રાઉન્ડ મેદાનમાં દોડાવતા વાલીઓમાં રોષ