• Gujarati News
  • પારસીઓ અંગદાન કરવા આગળ આવે

પારસીઓ અંગદાન કરવા આગળ આવે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉદવાડાના વડા દસ્તુરે સંજાણ ડે પ્રસંગે પ્રાસંગિક પ્રવચનમાં અપીલ કરી

ભાસ્કરન્યૂઝ. ઉમરગામ

પોતાનોધર્મને દુશ્મનોથી બચાવવા જાન ઉપર જોખમ કરી દરિયાઈ માર્ગે વર્ષો પહેલા હિન્દુસ્તાનનાં સંજાણ બંદરે આવી પહોંચેલા પારસીઓને તે સમયના સંજાણના રાજા જાદેરાણાએ આશરો આપ્યો હતો. તેનો ઉપકાર ક્યારે ભુલવા અને દર વર્ષે જાદેરાણાની યાજ તાજી રાખવા દર વર્ષે સંજાણ-ડે ઉજવવામાં આવતો હોય છે. જે આજ રોજ પણ બહોળી સંખ્યામાં પારસી બંધુઓની હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી. ઉદવાડા ઈરાન શાહ અગિયારીના વડા દસ્તુરજી ખુરશદજી દસ્તુરે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે પારસીઓની ઓળખ તેમની સખાવતથી પણ થાય છે. પરંતુ સખાવત માત્ર પૈસાથી નહી બીજી રીતે પણ થાય છે.

જેમાં એક સખાવતમાં પારસીઓ ધણા પાછળ છે. તે સખાવત છે ‘અંગ દાન’ (અૉરગન ડોનેશન) માણસનો મૃત્યુ બાદ ધણા લોકો આંખ, કીડની વગેરે અંગને દાન કરતા હોઈ છે. જેમાં પારસીઓ ધણા પાછળ છે. તેમણે જણાવ્યું હતું કે થોડા સમય પહેલા પારસીની એક દિકરીનું હાર્ટ ટ્રાન્સપ્લાન કરી જીવ બચાવાયો હતો. આપણે બીજાના અંગ લોહી લઈએ છે પરંતુ આપતા નથી.

આજથી ત્રણ વર્ષ પહેલા એક અપંગ બાળકીની નવજ્યોત કરતી વેળા તેઓ ભાવુક થયા હતાં અને આવા બાળકોને મદદ થવા પારસીઓને પણ અંગ દાન કરવાં પ્રેરીત કરવાના વિચારો આપ્યા હોવાની વાત વડા દસ્તુરજીએ કરી હતી. અંગ દાન માત્ર પારસી પુરતો મર્યાદીત નહી પરંતુ તમામ માટે કરવા જણાવ્યું હતું.

પારસીઓને ભારતમાં સૌથી વધુ માન મળે છે

યુવાનોના હાથમાં છે પારસીઓનું ભવિષ્ય

વર્ષો પહેલા જાદીરાણાએ આપેલુ માન આજે સમગ્ર દેશ પણ આપે છે. ભારત સરકારે અન્ય ધર્મના લોકોને વસ્તી ધટાડવાની યોજના બનાવી છે ત્યારે પારસીઓ માટે ‘જીઓ પારસી’ યોજના અંતર્ગત 10 કરોડ ફાળવી પારસીઓને વિશેષ સંમાન આપ્યું છે. > ખોજર્સજીમીસ્ત્રી, ટ્રસ્ટી,પારસી પંચાયત-મુંબઈ

પારસીઓના બચ્ચાને પારસી ધર્મનું પુરેપુરૂ જ્ઞાન મળે, પારસીઓના સંસ્કાર મળે, નીયમીત અગિયારીમાં લાવવામાં આવે ટી.વી ઈન્ટર નેટનાં દુષ્ણથી દુર રાખવામાં આવે. > અરનવાઝમીસ્ત્રી, ટ્રસ્ટી,પારસી પંચાયત-મુંબઈ