• Gujarati News
  • લાલીયાવાડીની પોલ ખુલ્લી ગઈ

લાલીયાવાડીની પોલ ખુલ્લી ગઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરગામતાલુકામાં ગુરુવારના રોજ મળેલી સામાન્ય સભામાં અનેક વિવાદીત તેમજ ચોકાવનારા મુદ્દાઓ ચર્ચાતા ઉમરગામના વિકાસમાં ચાલી રહેલી લાલીયા વાડીની પોલ ખુલ્લી પડી હતી.

ઉમરગામ તાલુકાના પંચાયતની સામાન્ય સભા પ્રમુખ જીજ્ઞાબેન ધોડીની અધ્યક્ષ પણા હેઠળ મળી હતી. એક સભ્યની ગેરહાજરી સીવાય સાશક તેમજ વિપક્ષના તમામ સભ્યો તેમજ ધારાસભ્ય રમણલાલ પાટકર, જિલ્લા પંચાયત સદસ્ય કનુભાઈ સોનપાલ, તાલુકા વિકાસ અધિકારી, વિવિધ ખાતાના અધિકારીની હાજરી વચ્ચે સરીગામ બેઠકના તાલુકા પંચાયત સભ્ય રાકેશ રાયની 21 મુદ્દા વાળી અરજીમાં વિવિધ ખાતાની વિગતોની માંગણી તથા વિવિધ ફરિયાદો દર્શાવતી અરજી ને વંચાણે લેતા ખાતાનાં અધિકારીઓએ ખુલાસો આપવો પડ્યો હતો. જેમાં 21 મુદ્દા વાળી 6 પાનાની અરજી પ્રમુખ જીજ્ઞાબેન ધોડીના રીમાર્કથી સામાન્ય સભામાં લીધી હોવાનું જણાવતાં સાશક પક્ષના સભ્યો તેમજ નેતાઓમાં આંતરિક નારાજગી જોવા મળી હતી.

તલાટીઓની હાજરીનો મુદ્દો ચર્ચાયો

સામાન્યસભામાંતલાટીઓ અને ગ્રામ સેવકોની કામચોરીનો પ્રશ્ન ઉચકાયો હતો સમગ્ર તાલુકાના 54 ગામોમાં માત્ર 5 ગ્રામ સેવકો છે જેઓ પણ ગરીબ કલ્યાણ મેળા સમયે અને કૃષિ મહોત્સવ દરમ્યાન જોવા મળે છે ત્યારબાદ અન્ય ગામોનો પણ ચાર્જ હોવાનું બહાનું બનાવી ગામડાઓમાં દેખાતા હોય અને વહેલા ભાગી જતાં હોવાનો મુદ્દો પણ ઉચકાતાં તલાટીઓની અને ગ્રામસેવલકોની હાજરીનું ટાઈમ ટેબલ બનાવવાનો નિર્ણય લેવાયો હતો.

આવાસની ગ્રાન્ડ ફાળવાઈ, બન્યા નથી

સરકારનીઈન્દિરાઆવાસ યોજના, સરદાર આવાસ યોજના વગેરે યોજના અંતર્ગત કુલ 21,500 જેટલા લાભાર્થીને ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જે પૈકી અનેક લાભાર્થીઓને પ્રથમ હપ્તો રૂા.21,500/- કે તેથી વધુ રકમ સહાયના રૂપમાં ફાળવવામાં આવી છે છતાં સ્થળ ઉપર આવાસ બન્યા નથી લાભાર્થીના ખાતામાં ગ્રાન્ટની રકમ ડિપોઝીટ થવાથી ધણા કિસ્સામાં લાભાર્થીઓએ સરકાર સાથે છેતરપિંડી કરી છે તો કેટલાક કિસ્સામાં ગરીબ અભણ લાભાર્થીનો લાભ લઈ કેટલાક સપરપંચો, વચેટીયાઓ, કોન્ટ્રાક્ટરોએ નાણા ઉપાડી ઉચાપત કર્યા હોવાની બાબતે રાકેશ રાયે તપાસ કમિટી રચવાની માંગ કરી હતી.