• Gujarati News
  • ઉમરગામ તાલુકાની પૂર્વ પટ્ટીના ગામોને હવે પીવાનું પાણી મળી રહેશે

ઉમરગામ તાલુકાની પૂર્વ પટ્ટીના ગામોને હવે પીવાનું પાણી મળી રહેશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરગામતાલુકાના પૂર્વ ભાગમાં આવેલા ગામોમાં શુદ્ધ પાણી પુરૂં પાડવા માટે ઉમરગામ જુથ પૂર્વભાગ પાણી પુરવઠા યોજના અમલમાં મુકી છે. જે 27.17 કરોડના ખર્ચે 16 ગામોના લોકોને શુદ્ધ પાણી મળી રહેશે.

ઉમરગામ તાલુકાના 40 ગામોમાં ઉમરગામ જૂથ 40 ગામ પાણી પુરવઠા યોજના અમલમાં મુકી લોકો સુધી શુદ્ધ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. 4 વર્ષથી અમલી બનેલી યોજનામાં વારંવાર પાણી લોકો સુધી સમયસર નહી પહોંચાડવાના આક્ષેપો મુકવામાં આવ્યા હતા. તથા પાઇપલાઇનોમાં ભંગાણ નવીપાઇપલાઇનો નાંખવી તથા વલવાડા ખાતેના હેડવર્કમાં મુશ્કેલી સમયાંતરે આવી રહી છે.

જોકે યોજનાના લાતી ઉમરગામ તાલુકાની રેલવે લાઇનના પૂર્વે ભાગને મળ્યો હતો. જે થકી લોકોમાં દ્વારા વાંરવાર પાણી પુરૂ પાડવા માટે પંચાયતો મિટિંગો તથા નેતાઓને કાને સંભળાવ્યુ હતું. રેલવે પટ્ટીના પૂર્વ ભાગમાં આવેલા ભાંડીકરમબેલી ધનોળી તલવાડા, મલાવ અચ્છારીનુ નંગીગામ, નગંવાસ, એકલારા, બોરીગામ, બોરીકચી ગામ સહિતના 16 ગામોમાં પાણી પહોંચાડવા માટે 27.17 કરોડના ખર્ચે ઉમરગામ જૂથ પૂર્વભાગ પાણી પુરવઠા યોજના અમલમાં મુકી છે. જે માટે 27.17 કરોડની ફાળવણી કરવામાં આવી છે. યોજનાનું હેડવર્ક વલવાડા ખાતે બનાવી સબહેડવર્ક નંદીગામ ખાતે ઉભુ કરવામાં આવશે. જે માટેની ટેન્કર પ્રક્રિયા પૂર્ણ કરી ક્રિષ્ણા કન્સ્ટ્રશન નામની એજન્સીને વર્કઓર્ડર આપવામાં આવ્યો છે.

અને 18 માસમાં કામગીરી પૂર્ણ કરવાને ડેટલાઇન આપવામાં આવી છે. ટુંક સમયમાં કામગીરી હાથ ધરાશે.