તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 20 વર્ષથી સુપાની ખેતીની જમીન સિંચાઈથી વંચિત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

20 વર્ષથી સુપાની ખેતીની જમીન સિંચાઈથી વંચિત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીતાલુકાનું છેવાડાના ગામો પૈકીના અને સુરત જિલ્લાની હદને જોડતા સુપા ગામની હદમાં સિંચાઈ વિભાગની ઢીલીનીતિ અને ઓરમાયુ વર્તનને કારણે છેલ્લા 20 વર્ષથી સિંચાઈ માટેનું પાણી બંધ કરી દેવાતા ખેડૂતોએ ડાંગરનો પાક લેવાનો બંધ કરવાનો વારો આવ્યો છે. સુપા વિભાગની 100 વીઘાથી વધુ જમીન વિસ્તારમાં હાલ સિંચાઈને અભાવે યોગ્ય પાક લેવાતો હોવાથી ખેડૂતોમાં સિંચાઈ વિભાગ સામે આક્રોશ વ્યાપી ગયો છે.

નવસારી તાલુકાના સુપા ગામની હદમાં ઉકાઈ-કાકરાપાર થકી સિંચાઈની વ્યવસ્થા પૂરી પાડવામાં આવતી હતી પરંતુ છેલ્લા 20 વર્ષથી સિંચાઈ વ્યવસ્થા યોગ્ય રીતે પૂરી નહીં પાડવામાં આવતા સુપા ગામના 50થી વધુ ખેડૂતોએ પોતાના પાક બદલી નાંખવાની સ્થિતિ ઉભી થઈ છે. એક સમયે જ્યાં ડાંગર અને શેરડીનો પાક લેવાતો હતો ત્યાં આજે કલમો લગાવી દેવાની નોબત આવી છે. સિંચાઈ માટેની નહેરમાં જાળવણીના અભાવે બિનઉપયોગી બનતા આસપાસના વિસ્તારોમાં ઝાડીઝાખરા ઉગી નીકળ્યા છે. સિંચાઈની અવ્યવસ્થાને કારણે ખેડૂતોએ મુશ્કેલી વેઠવી પડી રહી છે.

હાલમાં પણ ખેતરમાં કલમ રોપી દેવાઈ છે પરંતુ તેના માટે પણ જરૂરી પાણીનો અભાવ વર્તાય રહ્યો છે. પાણીની ખેંચના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે.

પાણી વિના સુકાઈ ગયેલી સુપા ગામની નહેર.

ખેડૂતોની જમીન ઉજ્જડ બની રહી છે

^સિંચાઈના અભાવે ખેડૂતોની જમીન હવે બંજર બનવા તરફ જઈ રહી છે. કેટલાય એકર જમીનમાં કોઈ પાક લેવાતો નથી કારણ કે ત્યાં સુધી પાણી પહોંચતુ નથી. જો સિંચાઈ વિભાગ બાબતે ધ્યાન કેન્દ્રિત કરે તો પુન: જમીનમાં ખેતપેદાશો લઈ શકાય તેમ છે. > રાજેશભાઈદેસાઈ, ખેડૂતઅગ્રણી, સુપાગામ

10 વર્ષ પહેલાં લેખિત રજૂઆત કરી હતી

ખેતીમાટે પાણીની વ્યવસ્થા પૂરી પાડવા માટે 10 વર્ષ પહેલા સુરત સિંચાઈ ખાતામાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ બાબતને નજર અંદાજ કરી દઈ ખેડૂતોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં પુન: બાબતે રજૂઆત કરવામાં આવશે. જો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ખેડૂતો એકજૂથ થઈ ઉગ્ર રજૂઆત કરશે. > આશિષભાઈ નાયક, સરપંચ, સુપાગામ

પેરા ડિવિઝનમાં સુપા વિભાગની 100 વીઘાંથી વધુ જમીનમાં પાણી પહોંચાડાતું નથી, ખેડૂતોએ ડાંગર-શેરડી રોપવાનું બંધ કર્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો