• Gujarati News
  • વાંસદામાં ખેડૂત તાલીમ

વાંસદામાં ખેડૂત તાલીમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદાબ્રાહ્મણ વાડીમાં જૂજ અને કેલીયા સિંચાઈ યોજનાના ખેડૂત ખાતેદારો અને કર્મચારીઓ અને અધિકારીની ઉપસ્થિતિમાં જલ વ્યવસ્થાપન અને સહભાગી સિંચાઈ વ્યવસ્થા ઉપર એક દિવસીય તાલીમ વર્ગ યોજાયો હતો. પ્રાધ્યાપક ડી.કે.ડોબરીયા દ્વારા પાણીના ઉપયોગ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉકાઈ વર્તુળ (સિવિલ) ઉકાઈના અધિક્ષક ઈજનેર ટી.એમ.ધોલકીયાએ કમાન્ડ વિસ્તારમાં સહભાગી સિંચાઈ વ્યવસ્થા અને તેના અમલીકરણમાં ખેડૂતો તથા સિંચાઈ કર્મચારીઓ અધિકારીઓની ભૂમિકા વિશે માર્ગદર્શન આપ્યું હતું. ખેતી વિશેષજ્ઞોએ વિજ્ઞાનીકરણ ખેતી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શિબિરમાં 200થી વધુ ખેડૂતોએ લાભ લીધો હતો.