માંગરણ ગામે છકડો રિક્ષા પલટી જતાં ચારને ઇજા

તમામને વ્યારાની હોસ્પિટલ ખસેડાયા

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:30 AM
માંગરણ ગામે છકડો રિક્ષા પલટી જતાં ચારને ઇજા
ઉચ્છલ તાલુકાના માંગરણ ગામે આવેલ રસ્તા ઉપરથી પસાર થતી રિક્ષા રોડ નીચે ઉતરી જતાં પલ્ટી મારી જતાં ચારને ઇજા પહોચી હતી.વધુ સારવાર માટે વ્યારા જનક હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ છે.

મળતી માહિતી મુજબ ઉચ્છલ તાલુકાના માંગરાણ નિશાળ ફળિયું રહેતા આભારામ દેવજી વસાવા,જહરિબેન વસાવા તથા પુત્ર અનીર અને આભારામ ના પત્ની તા.7 ઓગષ્ટ 2018 ના રોજ બપોર પછી ચાર સભ્યો માંગરાણ ગામેથી રિક્ષા નંબર જી.જે -26 ટી.2191 માં બેસી જઇ રહ્યા હતા તે દરમ્યાન રિક્ષા ચાલક પોતાની રિક્ષા ઔર ઝડપે અને ગફલત ભરી હંકારી લાવતા રિક્ષાના સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા રિક્ષા પલ્ટી ગઈ હતી. કુટુંબના સભ્યોને ઇજા થઇ હતી. રિક્ષાા ચાલક સ્થળ પરથી ભાગી ગયો હતો. બનાવ અંગે ઉચ્છલ પોલીસમાં જાણ કરતા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

X
માંગરણ ગામે છકડો રિક્ષા પલટી જતાં ચારને ઇજા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App