Divya Bhaskar

Home » Daxin Gujarat » Tapi District » Uchchhal » ઉચ્છલમાં નિવૃત્ત મહિલાના ATMનો પાસવર્ડ મેળવી 3.20 લાખ ઉપાડી લેવાયા

ઉચ્છલમાં નિવૃત્ત મહિલાના ATMનો પાસવર્ડ મેળવી 3.20 લાખ ઉપાડી લેવાયા

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:30 AM

ટુકડે ટુકડે કરી ખાતામાંથી નાણાં ઉપાડાયા

  • ઉચ્છલમાં નિવૃત્ત મહિલાના ATMનો પાસવર્ડ મેળવી 3.20 લાખ ઉપાડી લેવાયા
    ઉચ્છલ તાલુકાના ચઠવાણ ગામે રહેતી અને હાલ નિવૃત્ત નર્સના એટીએમ કાર્ડનો પાસવર્ડ મેળવી 1/8/18 થી તા 6/8/18 સુધીના સમય ગાળામાં અલગ અલગ જગ્યાએથી ફરિયાદી બહેનના ખાતામાંથી રૂ. 3,20,000 ઉપડીલાઈ ઠગાઇ કર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.

    ઘટના અંગે પોલીસસૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ઉચ્છલ તાલુકાના ચઠવાણ ગામે આવેલ સરકારી સરકારી દવાખાનાં પાછળ રહી નિવૃત્ત જીવન ગુજારી રહેલાં કલાબહેન વસાવા (60)નો એટીએમ કાર્ડનો પાસવર્ડ જાણી કોઈ અજાણ્યો ઈસમ અલગ અલગ જગ્યાએથી ગત તા 1/8/18 ના રોજ રૂ 1000 અને તા -2/8/18 ના રોજ 10,000 ત્રણ વખત તથા રૂ 20,000 બે વખત તથા 9000 વિથ્ડ્રો કરી લીધા હતા અને રૂ 40,000 ટ્રાન્સફર તેમજ તા - 3/8/18ના રોજ બે વખત રૂ 10000 તથા એક વખત રૂ. 20,000 વિથ્ડ્રોઅલ તેમજ તા- 5/8/18ના રોજ બે વખત રૂ 20,000 વિથ્ડ્રોઅલ તથા રૂ 40,000 ટ્રાન્સફર કરી લીધા હતા તેમજ તા 6/8/18ના રોજ રૂ 40,000 ટ્રાન્સફર તથા બે વખત રૂ 20,000 વિથ્ડ્રોઅલ કરી કુલ રૂ 3,20,000ના જુદા જુદા ટ્રાન્ઝેક્શન કરી નિવૃત્ત કર્મચારી નર્સ કલાબહેન ગનાભાઇ વસાવાના ઉચ્છલ ખાતેના ભારતીય સ્ટેટ બેંકના ખાતામાંથી રૂપિયા ઉપાડી લઈ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ગત રોજ મોડી સાંજે આપવામાં આવી હતી. ઉચ્છલ પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરી વધુ તપસ હાથ ધરી છે. ગ્રામિણ વિસ્તારમાં આ પ્રકારની છેતરપીંડીના વધતા બનાવથી લોકોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending