પોલીસના કામમાં અડચણ ઊભી કરવા બદલ બે યુવકો સામે ગુનો

પોલીસ સાથે હાથાપાઇ કરી ગાળો આપી હોવાનો આક્ષેપ

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 04:00 AM
પોલીસના કામમાં અડચણ ઊભી કરવા બદલ બે યુવકો સામે ગુનો
ઉચ્છલ તાલુકાનાં પાંખરી ગામની સીમમાં આવેલ નાકા પોઈન્ટ પાસે મહારાષ્ટ્રના યુવાને વિડિઓગ્રાફી કરી પોલીસની ફરજમાં અડચણ ઊભી કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉચ્છલ તાલુકાનાં પાંખરી ગામના નાકા પોઈન્ટ પર આજરોજ સવારે એક સ્વિફ્ટ ગાડી નંબર એમ એચ -05 -સી.એમ.9547 નો ચાલક ગૌતમ કીશોરભાઇ ટાંકે (રહેવાસી અબરનાથ જી.ઠાણે મહારાષ્ટ્ર)તથા અન્ય સવાર કૃણાલ હુકમચંદ ટાંકે( રહે અબરનાથ જી.થાણે ) તેઓએ પ્રથમ પાંખરી નાકા પોઈન્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસ સાથે ગેર વર્તન કરી આરોપી ગૌતમે વિડિયોગ્રાફી કરી રહેલ પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરી તેમજ ઉચ્છલ પોલીસ લાઇનમાં ડિટેન કરેલી સ્વિફ્ટ મૂકવા જતાં પોલીસને નાલાયક ગાળો આપી હતી. એસી ગાડીયા હમારે પાસ બહુત હે યે ગાડીકો હમ જલા દેગે તેમજ બંને યુવાનોએ પોલીસને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસની ગાડીમાં બેસાડતા ગૌતમે પોલીસને ધક્કો મારી પોલીસને ફરજમાં અડચણ ઊભી કરી હતી, અને બંને યુવાનોએ પોલીસ સાથે ઢીક્કા મુક્કી કરી નાલાયક ગાળો આપતા ઉચ્છલ પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપસ હાથ ધરી છે.

X
પોલીસના કામમાં અડચણ ઊભી કરવા બદલ બે યુવકો સામે ગુનો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App