તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vyara
  • Uchchhal
  • Uchchhal કરોડના ગ્રામજનોએ પ્રશ્નોની ઝડી વરસાવતા સરપંચ અધવચ્ચે જ સભા છોડી ચાલ્યા ગયા

કરોડના ગ્રામજનોએ પ્રશ્નોની ઝડી વરસાવતા સરપંચ અધવચ્ચે જ સભા છોડી ચાલ્યા ગયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉચ્છલ તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત કરોડ ગામે 4-10-2018ના રોજ ગ્રામસભાનું આયોજન થયું હતું. ગ્રામસભામાં તલાટી અને ગ્રામજનો દ્વારા પ્રશ્નો નાગરિકોને રજૂ કરતાં સરપંચ જતા રહેતા ગ્રામસભા બરખાસ્ત કરવામાં આવી હતી.

ઉચ્છલ તાલુકાની પ્રા. શાળા કરોડના હોલમાં ગ્રામજનોની ભરચક હાજરી વચ્ચે યોજાયેલી ગ્રામસભામાં અધિકારીઓ તથા નાગરિકો વચ્ચે તંદુરસ્ત વાતાવરણમાં ચર્ચા ચાલી રહી હતી. જેમાં ગામના સરપંચ અને જાગૃત નાગરિકે વચ્ચે વિશાળ સંખ્યામાં યોજાયેલી ગ્રામસભામાં સરકારી તંત્રના જુદાજુદા પ્રશ્નો રજૂ થયા હતાં. જેમાં ગ્રામ પંચાયતમાં થયેલા કામો અને ન થયાના કામો તેમજ મજુર વર્ગ માટે જોબકાર્ડ બનાવવા બાબતે લોકોએ પ્રશ્નો કર્યા હતાં. જેમાં અચાનક કેટલાક જાગૃત નાગરિક દ્વારા પુછાયેલા પ્રશ્નોને લઈ ગામના સરપંચ અચાનક જતા રહેતા ગ્રામસભામાં બરખાસ્ત કરવામાં આવી હતી.

જોબકાર્ડ વિષે પ્રશ્નો પુછતા વોકઓઉટ
આ અંગે કરોડ ગામના રાજેશભાઈ વળવીના જણાવ્યા મુજબ ગ્રામસભામાં જોબકાર્ડ બાબતનો મુદ્દે પુછવામાં આવતાં સરપંચ ઉઠીને જતા રહ્યાં હતાં અને માત્ર તલાટી હાજર રહેતા ગ્રામસભા સર્વાનુમત્તે બરખાસ્ત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...