• Home
  • Daxin Gujarat
  • Tapi District
  • Uchchhal
  • Uchchhal - હોડીમાં માછલી પકડતા યુવકનું બેલેન્સ જતાં નદીમાં ખાબક્યો, તેને બચાવવા પડેલો સાથીદાર પણ ડૂબ્યો

હોડીમાં માછલી પકડતા યુવકનું બેલેન્સ જતાં નદીમાં ખાબક્યો, તેને બચાવવા પડેલો સાથીદાર પણ ડૂબ્યો

દુર્ઘટના | ઉચ્છલ તાલુકાના રાજીવબુંદા ગામે બે મિત્રો હોડીમાં માછલી પકડવા ગયા હતાં ભારે પવન ફૂંકાઇ રહ્યો...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:26 AM
Uchchhal - હોડીમાં માછલી પકડતા યુવકનું બેલેન્સ જતાં નદીમાં ખાબક્યો, તેને બચાવવા પડેલો સાથીદાર પણ ડૂબ્યો
ઉચ્છલ તાલુકાના રાજીવબુંદા ગામની સીમમાં તાપી નદીમાં શનિવારે બે મિત્રોએ માછલી પકડવા જવાનું નક્કી કર્યુ હતું. બપોર બાદ બંન્ને હોળીમાં માછલી પકડવાની જાળ લઇને નીકળ્યા હતાં. ઊંડા પાણીમાં માછલી પકડતી વેળા અચાનક પવન ફૂકાતા પાણીના વમળમાં હોળી ડામળડોળ થવાથી એક યુવાન બેલેન્સ ગુમાવ્યુ હતું, અને પાણીમાં પડી ગયો. બીજો બચાવવા કુદયો હતો, પરંતુ ઊંડા પાણીમાં વધારે તરી ન શકતા આખર બંને મિત્રો પાણીમાં ડૂબી ગયા ...અનુ. પાના નં. 2

રાજીવબુંદા ગામે તાપી નદીમાં બે યુવાનો ડૂબી જતા 4 હોડીની મદદે શોધખોળ કરી મૃતદેહ શોધી કઠાયા.

એકને તરતા ન આવડતું હોવાથી બીજો કુદ્યો હતો

માછલી પકડવા ગયેલા યુવાનોમાં યુવરાજને તરતા આવડતું હતું, જ્યારે રાજનને તરતા આવડતું ન હતું. જેથી રાજન હોડીમાંથી પડી જતાં તેને બચાવવા યુવરાજ નદીમાં કુદયો હતો. ખાલી હોડી પવનના કારણે દૂર ખેંચાઇ ગઈ હતી. એકબીજાને પકડી રાખ્યા બાદ બંને ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા.

4 હોડીની મદદથી બંનેના મૃતદેહ શોધી કઢાયા

તાપી જિલ્લા ભાજપ પ્રમુખ જયરામભાઈ ગામીતને જાણ થતાં વહેલી સવારે ઘટના સ્થળે આવી ગયા હતા. ચારથી પાંચ હોળી મંગાવીને બંન્ને યુવાનોની શોધખોળ કરાવી હતી. સવારથી બંન્ને યુવાનોના ગામના લોકો નદી કિનારે ભેગા થઈ ગયા હતા. ડૂબી ગયેલા બે યુવાનો પૈકી રાજન ગામિત પહેલા વર્ષમાં ઉચ્છલ કોલેજમાં અભ્યાસ કરતો હતો. દિકરાના અકાળે મોતના પગલે પરિવાર કિનારે બેસી આક્રંદ કરતા કઠણ કાળજા પણ દ્રવી ઊઠ્યા હતા.

Uchchhal - હોડીમાં માછલી પકડતા યુવકનું બેલેન્સ જતાં નદીમાં ખાબક્યો, તેને બચાવવા પડેલો સાથીદાર પણ ડૂબ્યો
X
Uchchhal - હોડીમાં માછલી પકડતા યુવકનું બેલેન્સ જતાં નદીમાં ખાબક્યો, તેને બચાવવા પડેલો સાથીદાર પણ ડૂબ્યો
Uchchhal - હોડીમાં માછલી પકડતા યુવકનું બેલેન્સ જતાં નદીમાં ખાબક્યો, તેને બચાવવા પડેલો સાથીદાર પણ ડૂબ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App