બાઇક ડિવાઇડરની સાથે અથડાતા બેને ગંભીર ઇજા

ઉચ્છલ તાલુકાનાં નેશનલ હાઇવે પર આવેલા પાંખરી ગામની સીમમાં રવિવારના રોજ બપોર પછીના સમયગાળા દરમિયાન મોટરસાયકલ...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:26 AM
Uchchhal - બાઇક ડિવાઇડરની સાથે અથડાતા બેને ગંભીર ઇજા
ઉચ્છલ તાલુકાનાં નેશનલ હાઇવે પર આવેલા પાંખરી ગામની સીમમાં રવિવારના રોજ બપોર પછીના સમયગાળા દરમિયાન મોટરસાયકલ (નંબર : એનએમ.જી.જે.2-જી.કે.189) પર સવાર જીતેન્દ્ર હમીર ભીમ્ય (22) અને જીતેન્દ્ર જેન્ની સૌમૈયા (30) બંને રહેવાસી, ઉપલેટા તેઓ બાઇક પર પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન બાઇક ડિવાઇડર સાથે અથડાતાં બંનેને ગંભીર ઇજા થઇ હતી. તેઓને તાત્કાલિક નજીકની સોનગઢ રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વ્યારા તરફ ખસેડવામાં આવેલ છે.

પાંખરી ગામે બાઈક ડીવાઇર પર ચઢી જતા થયેલા અકસ્માતમાં બે યુવાનોને ઇજા થઈ.

X
Uchchhal - બાઇક ડિવાઇડરની સાથે અથડાતા બેને ગંભીર ઇજા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App