• Gujarati News
  • વિકલાંગોની શાળામા શિક્ષકોની ભરતીની માંગ

વિકલાંગોની શાળામા શિક્ષકોની ભરતીની માંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટકારમા : બહેરા- મુંગા વિધાર્થીઓની ગ્રાન્ટેડ શાળામા શિક્ષકની ઘટને કારણે વિધાર્થીઓના ભાવિ સામે ખતરો ઉભો થયો છે. બે થી ત્રણ વર્ષ દરમ્યાન સરકારની ભરતીની નીતિને કારણે ગ્રાન્ટેડ - માધ્યમિક શાળામા રાજ્યભરમા શિક્ષકોની ભરતી થઈ નથી અને તેને કારણે ધોરણ - 10 અને 12 ના બોર્ડના પરિણામને અસર થવાની ભીતિ જોવા મળે છે. ગુજરાત રાજ્ય આચાર્ય ગુજરાત રાજ્ય સંચાલક મંડળ દ્વારા સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી છે.છતા કોઈ પરિણામ આવ્યુ નથી આને લીધે ગ્રાન્ટેડ શાળાના અસ્તિત્વનો સવાલ ઉભો થયો છે. ઉપરાંત વિકલાંગ વિધાર્થી જેમને કુદરતે પણ અન્યાય કર્યો હોય અને તેઓ જે શાળામાં ભણે છે ત્યા પણ શિક્ષકોની અછત છે વિકલાંગ વિધાર્થીઓને ભણવા માટે ખાસ તાલીમ પામેલા શિક્ષકોની જરૂર પડે છે અને તેની ભરતી થવાને કારણે આવા બહેરા મુંગા બાળકોનુ ભણવાનુ બગડે છે.