તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • શા‌ળામાં નેટ માટે ગ્રાન્ટ આપવા ગુજરાત રાજ્ય આચાર્ય સંઘની શિક્ષણમંત્રીને રજૂઆત કરાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શા‌ળામાં નેટ માટે ગ્રાન્ટ આપવા ગુજરાત રાજ્ય આચાર્ય સંઘની શિક્ષણમંત્રીને રજૂઆત કરાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતરાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ પ્રવિણસિંહ સોલંકીએ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને તા 2 સપ્ટેમ્બર 201 ના રોજ લેખિતમાં માધ્યમિક શાળામાં ઇન્ટરનેટ કનેક્શન માટે ગ્રાન્ટ આપવાની માંગણી કરી છે. જો નજીકના દિવસોમાં ઇન્ટરનેટની સુવિધા માટે યોગ્ય જોગવાઈ નહીં કરવામાં આવે તો આચાર્યસંઘ ઑન લાઇન દ્વારા થતી તમામ કામગીરીનો બહિષ્કાર કરવા અંગે જણાવ્યુ હતું.

હાલમાં સરકાર દ્વારા શિષ્યવૃતિની દરખાસ્ત ઓનલાઇન કરવાની, ધોરણ 9 થી 12 ના વિધાર્થીઓની માહિતી ઓનલાઈન, ખેલ મહાકુંભની માહિતી ઓનલાઇન તેમજ એસ.એસ.સી તેમજ એચ.એસ.એસી ની બોર્ડની પરિક્ષાના ફોર્મ ભરવાની સહિતની માહિતી હવે શાળા કક્ષાએથી ઑનલાઇન પ્રક્રિયા કરવાની સરકાર દ્વારા પધ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. પરંતુ આવી પ્રક્રિયા કરવા માટે ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ઇન્ટરનેટની સુવિધા હોતી નથી જેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની શાળામાં આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે આવી સુવિધા કરાવી શકતા નથી. અને શાળાની ઓનલાઇન કામગીરી માટે આવી સ્કૂલોએ કોઈ સ્થળે કે ખાનગી ધોરણે આવી કામગીરી શાળાએ પૈસા ખર્ચીને કરવી પડે છે. ત્યારે જિલ્લાની સરકારી પ્રાથમિક વિભાગની શાળાઓમા ઇન્ટરનેટની સુવિધા જો હોય તો શા માટે માધ્યમિક શાળામાં આવી સુવિધા આપવામાં આવતી નથી તેવી ચર્ચાએ શિક્ષણ જગતમાં જોર પકડ્યું છે. જો નજીકના દિવસોમાં ઇન્ટરનેટની સુવિધા માટે યોગ્ય જોગવાઈ નહીં કરવામાં આવે તો આચાર્યસંઘ ઑન લાઇન દ્વારા થતી તમામ કામગીરીનો બહિષ્કાર કરવા અંગે જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો