ભાસ્કર ન્યૂઝ. સોનગઢ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સોનગઢ
સોનગઢ તાલુકાના બોરદા પંથકમાં સોમવારે બપોરે વાવાઝોડા સાથે પડેલા વરસાદન કારણે વૃ ા તૂટી પડવાની ઘટનામાં એક યુવાન તથા કિશોરનું મોત થયાનું નોંધાયું હતું.
સોનગઢના ઉડાણના જંગલ વિસ્તાર એવા બોરદા પંથકમાં સોમવારે બપોરે ૪.૦૦ વાગ્યાના અરસામાં ભારે પવન સાથે વાવાઝોડુ ફૂંકાયું હતું. આ સાથે વસાદ પણ વરસવાનું શરૂ થયું હતું. તાલુકાના કૂઈલેવલ અને ગોલણ ગામની નજીક આવે વનવિભાગની નર્સરીમાં નજીકના ગામોમાંથી યુવાન યુવતીઓ મજૂરી કામે આવેલ હતી. દરમિયાન વરસાદનું જોર વધતાં આવા ચાર પાંચ મજૂરો નર્સરી પાસે આવેલ એક હળદવાના વૃ ા નીચે વરસાદથી બચવા માટે આશરો લીધો હતો.
આકાશમાંથી પડતાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે આ મજૂરો જે વૃ ાની નીચે ઊભા હતાં એ વૃ ા અચાનક તૂટી પડતાં વૃ ાની નીચે તમામ મજૂરો દબાઈ ગયા હતાં. આ ઘટનાની જાણ થતાં આસપાસથી લોકો દોડી આવી વૃ ા નીચે દબાયેલા લોકોને ગંભીર ઈજાગ્રસ્ત સ્થિતિમાંથી બહાર કાઢયા હતાં. આ બનાવમાં રવિદાસ ભીખાભાઈ વસાવા (૨૦) (રહે. જૂની કૂઈલીવેલ)નું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું. આ સાથે અન્ય ચાર વ્યકિતને ૧૦૮ વાનની મદદથી સોનગઢ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અહીં સારવાર દરમિયાન સવિતા રામસિંગ કાથુડ (૧૪) (રહે. બુધવાડા)નું મોત નીપજયું હતું. એ સિવાય પુષ્પા રાજુ વસાવા (૧૮) (રહે, બુધવાડા) મમતા સખારામ વસાવા (૧૫) બુધવાડા તથા રોહીત દિશેસ વસાવા અને નામના ત્રણ વ્યકિતને સોનગઢ ખાતે સારવાર આપી હતી. વધુ સારવાર માટે બારડોલી ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવ અંગે જાણકારી મળતાં સોનગઢના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી સરકારી દવાખાને દોડી આવી ઈજાગ્રસ્તોના ખબર અંતર પુછી એમને સારવાર માટે આગળ મોકલસવામાં મદદરૂપ થયા હતાં. મળેલ વિગત મુજબ સાંજના સમયે ઉકાઈ વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો.
નિઝર તાલુકાના કેટલાક વિસ્તારોમાં રીમઝીમ વરસાદ
ઉરછલ : સોમવારે સાંજના સમયે તાપી જિલ્લાના નિઝર તાલુકાના મહારાષ્ટ્રને અડીને આવેલા ૧૫ જેટલા ગામડાઓમાં વાતાવારણમાં બદલાવ આવવાની સાથે ઝરમર ઝરમર વરસાદ પડયો હતો. રૂમકી તળાવ, વદલીથી લઈ વેલદાની પાણીની ટાંકી સુધીના ગામડાઓમાં વરસાદ પડયો હતો. તાપી જિલ્લાના છેવાડે આવેલ નિઝર તાલુકામાં કેટલાક ગામડાઓમાં વાતાવરણમાં બદલાવ આવ્યો હતો. નંદુરબારને અડીને આવેલા ગામડાઓમાં પવનને કારણે ધૂળની ડમરી ઉડવાની સાથે વરસાદ પડવાનો શરૂ થયો હતો. થોડા સમય માટે રીમઝીમ