• Gujarati News
  • સોનગઢની કુમાર શાળામાં જ્ઞાન સપ્તાહની ઉજવણી

સોનગઢની કુમાર શાળામાં જ્ઞાન સપ્તાહની ઉજવણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સપ્ટેમ્બરનાપ્રથમ સપ્તાહમાં દરેક શાળાઓમાં જ્ઞાન સપ્તાહની ઉજવણી બાબતે આદેશ અપાયો હતો. મુજબ સોનગઢની આદર્શ કુમારશાળામાં પણ વિવિધ કાર્યક્રમો સાથે જ્ઞાન સપ્તાહની ઉજવણી કરાઈ હતી.
અભિયાન અંતર્ગત દરેક દિવસની અલગ રીતે ઉજવણી કરાઈ હતી. ઉજવણી દરમિયાન સમૃદ્ધી, સ્વાશિક્ષણ સમુલ્લાસ, શિક્ષક સન્માન સ્વચ્છતાએ પાંચ વિષયો પર ભાર મૂક્યો હતો. આચાર્ય મનહરસિંહ રાઠોડ તથા સીરસી જંબુભાઈ ચૌધરીએ કાર્યક્રમ અન્વયે સતત માર્ગદર્શન આપ્યું હતું. 1લી સપ્ટેમ્બરે શાળાનમાં સામૂહિક સફાઈ સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી.
બીજી તારીખે શાળામાં ખુટતી ભૌતિક સુવિધા બાબતે વિગતવાર દરખાસ્ત તૈયાર કરાઈ હતી. 3જીએ સ્વ શિક્ષણ અંતર્ગત શાળાનું સંચાલન તથા શિક્ષણ કાર્ય બાળકોએ કર્યુ હતું. 4થી સમુલ્લાસ અંતર્ગત વૃક્ષારોપણ વેશભૂષા, દેશ ભક્તિના ગીતો, ચિત્રસ્પર્ધા વગેરેના કાર્યક્રમ થયા હતાં. 5મીએ શાળાના ભૂતપૂર્વ શિક્ષક એવા ઠાકોરભાઈ ચૌધરીનું સન્માન કરાયું હતું. બપોરે 12.00 કલાકે રાજ્યના મુખ્યમંત્રીનું શિક્ષકદિન નિમત્તે ઉદ્દબોધન તથા બપોરે 3.00 કલાકથી 5.00 કલાક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાળકો સાથેની પ્રશ્નોતરી શાળાના બાળકોએ નિહાળી હતી.