તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સોનગઢ ચેકપોસ્ટના સિક્યુરિટી ગાર્ડનું માર્ગ અકસ્માતમાં મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોનગઢ ચેકપોસ્ટના સિક્યુરિટી ગાર્ડનું માર્ગ અકસ્માતમાં મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોનગઢચેકપોષ્ટ પર સિક્યુરિટી ગાર્ડની ફરજ બજાવતા યુવાનને રસ્તો ક્રોસ કરતી વખતે એક અજાણ્યો વાહન ચાલકે ટક્કર મારી ભાગી છૂટ્યો હતો. બનાવમાં ગંભીર ઇજા પામેલા યુવાન નું મૃત્યુ થયું હતું.

અંગે સોનગઢ પોલીસ પાસેથી મળેલ વિગત મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના બાઈની મૂવાડીના રહેવાસી પ્રતિકભાઈ કાંતિભાઈ ચમાર(22)હાલમાં સોનગઢ ખાતે ચેકપોષ્ટ પર સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. પ્રતિક મંગળવારની રાત્રી ના 11.15 કલાકના સુમારે ચેકપોષ્ટ નજીક આવેલ પરોઠા હાઉસથી લક્કડકોટ જતા રસ્તા પાસે સાથી કર્મચારી સાથે ઉભા હતા. દરમિયાન પ્રતિક હાઇવે રસ્તાની પેલેપાર આવેલ એક હોટેલમાં પાણી લેવા ગયો હતો. પાણી લઇ સોનગઢથી નવાપુર જતા ટ્રેક પર થઇ પરત આવી રહ્યો હતો ત્યારે એક અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન ગફલત ભરી રીતે હાંકી લાવી રસ્તો ક્રોસ કરી રહેલ પ્રતિકને ટક્કર મારી ભાગી છૂટ્યો હતો. અકસ્માતના બનાવમાં પ્રતિકને માથામાં અને શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજા થઇ હતી.

બનાવ અંગે સાથી કર્મચારીઓએ તાત્કાલિક 108 વાનને બોલાવતા વાનના સ્ટાફ દ્વારા ગંભીર ઇજાગ્રસ્ત પ્રતિકને તપાસી એને મરણ પામેલ જાહેર કર્યો હતો. બનાવ અંગે સોનગઢ પોલીસમાં જયદેવસિંહ ઝાલાએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ભાગી છુટેલા વાહન ચાલક ની તપાસ શરૂ કરી છે. બનાવમાં સિક્યુરિટીગાર્ડ અકસ્માત વેળા પોતાની ફરજ પર હાજર હતો કે કેમ બાબતે ફરિયાદ પક્ષ અને અધિકારીઓ દ્વારા અલગ અલગ જવાબો સાંભળવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો