તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડાંગમાં બીજા દિવસે પણ મહેર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગજિલ્લાના આહવા, સાપુતારા, વઘઈ અને સુબીર સહિત અનેક પંથકમાં રવિવારે સતત બીજા દિવસે પણ વરસાદ પડ્યો હતો. વરસાદ પડતા અહીંના સમગ્ર વાતાવરણમાં શીતલહેર વ્યાપી ગઈ હતી.

ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજા મહેરબાન થતા ઠેર ઠેર પંથકોમાં પાણીના નીર છલકાયા હતા. ચાલુ સપ્ટેમ્બર મહિનામાં અહીં થોડા દિવસ વિરામ અને ગતરોજથી ફરી પુન: મેઘરાજા ધોધમાર સ્વરૂપે પડતા અનેક પંથકોમાં પાણીના નીર રેલાયા હતા. ડાંગ જિલ્લાના મુખ્ય મથખ આહવા, બોરખલ, ગલકુંડ, શામગહાન, સાપુતારા, માનમોડી, સાકરપાતળ, વઘઈ, પીંપરી, ભેંસકાતરી, ઝાવડા, કાલીબેલ, બરડીપાડા, સિંગાણા, સુબીર, લવચાલી સહિત પંથકોમાં રવિવારે બીજા દિવસે ધોધમાર વરસાદ તૂટી પડતા અહીં ઠેર ઠેર માર્ગો ઉપર પાણી ફરી વળતા સમગ્ર વાતાવરણમાં શીતલહેર વ્યાપી ગઈ હતી. રવિવારે પડેલા ધોધમાર વરસાદના પગલે ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારોમાં પાણીની આવકમાં વધારો થતા અહીં નદી-નાળા અને ઝરણાઓ છલકાયા હતા.

ડાંગ જિલ્લામાં રવિવારે પડેલા ધોધમાર વરસાદને પગલે આહવા-મહાલને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં એક ઠેકાણે જંગલી લીમડાનું વૃક્ષ તથા વાંસનું વૃક્ષ ધરાશાયી થતા કલાકો સુધી વાહનવ્યવહાર અવરોધાયો હતો.

જેના પગલે માર્ગની બંને સાઈડે રવિવારની રજાને માણવા નીકળેલા પ્રવાસીઓ અટવાયા હતા. તે દરમિયાન આહવા-સોનગઢ એસટી બસ માર્ગથી પસાર થતા બસમાં સવાર મુસાફરોએ માનવતા દાખવી ધરાશાયી વૃક્ષ અને વાંસના ઝૂંડને માર્ગમાંથી ખસેડી ધોરીમાર્ગને પૂર્વવત કર્યો હતો. આજરોજ સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધીમાં આહવામાં 70 મિ.મિ., સાપુતારામાં 7 મિ.મિ., વઘઈમાં 76 મિ.મિ. અને સુબીરમાં 82 મિ.મિ. વરસાદ નોંધાયો હતો.

વરસાદને કારણે ધરાશાયી થયેલા વૃક્ષો અને અને ધસી પડેલી ભેખડ

નદી-નાળા ફરી છલકાયા, ઠેકઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા

અન્ય સમાચારો પણ છે...