તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સોનગઢનાં માંડળ ટોલનાકેથી દારૂ સાથે સુરતના બે પકડાયા

સોનગઢનાં માંડળ ટોલનાકેથી દારૂ સાથે સુરતના બે પકડાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢપોલીસે નવાપુર થી વિદેશી દારૂ નો જથ્થો ભરી સુરત જતી એક કાર ને ઝડપી લઇ બે આરોપીની ધરપકડ કરી હતી.

સોનગઢ પોલીસ દ્રારા શનિવારે મોડી સાંજે માંડળ ગામનાં ટોલનાકા પાસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતુ. દરમિયાન નવાપુર તરફથી આવેલ એક કારને અટકાવી એમા તપાસ કરતા વગર પાસ પરમીટ વીનાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કારનાં ચાલક દિપક રામદાસ પાટિલ (રહે.દેલાડવા, સુરત) અને રોહિત ભાસ્કર પાટિલ (રહે.ડીંડોલી સુરત)ની ધરપકડ કરી વધું પૂછપરછ કરી હતી.આ કારમાંથી 720 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી એની કિંમત 36,000 રૂપિયા જેટલી થાય છે. સિવાય બે મોબાઇલ કિંમત 15,000 અને કાર કિંમત 1,00,000 મળી કૂલ 1,51,000 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.આ બનાવમાં દારૂ મંગાવનાર શિવાભાઈ ભૈયા રહે.ડીંડોલી સુરત અને દારૂ મોકલનાર નવાપુરના કમલેશ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં હતાં.

સોનગઢના માંડણ ટોલનાકા પરથી વિદેશી દારૂસાથે ઝડપાયેલ બે ઇસમો.

દારૂ-કાર સહિત 1,51,000નો મુદ્દામાલ કબજે

અન્ય સમાચારો પણ છે...