તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સોનગઢના ઊંડાણના ગામોમાંથી 3 ઊંટ વૈદોને ઝડપી પડાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોનગઢના ઊંડાણના ગામોમાંથી 3 ઊંટ વૈદોને ઝડપી પડાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોનગઢનામલંગદેવ પંથકમાં કેટલાક ઈસમો દારૂનો ગેરકાયદે ધંધો કરતા હોવાની જાણકારી સોનગઢ પોલીસને મળતા હેકો સાવા ભાઈ બાજીયા અને અન્ય પોલીસ જવાનો પ્રોહિ.ની રેડ કરવા મંગળવારે મલંગદેવ ગામે ગયા હતા. તપાસ દરમિયાન ગામમાંથી વધુ એક બાતમી મળી હતી કે ગામના ભરતભાઈ ગામીતના ઘરે એક પરપ્રાંતિય યુવાન વગર ડિગ્રી ડોકટરી પ્રેક્ટિસ કરી દર્દીઓને દવા વિતરણ કરી રહ્યા છે. બાબતે પંચોને સાથે રાખીને ઉપરોક્ત ઠેકાણે તપાસ કરતા ભરત ગામીતના ઓટલે એક ખાટલો પાથરેલ જોવા મળ્યો હતો. અને નજીક દવાખાનાની માફક બાટલા ચઢાવવાનું સ્ટેન્ડ નજરે પડ્યું હતું. ઘરમાં જઈ પોલીસે તપાસ કરતા ગળામાં સ્ટેથોસ્કોપ ભેરવેલ એક ઈસમ મળી આવ્યો હતો. ઈસમ કોઈ પણ પ્રકારની ડિગ્રી વિના દર્દીઓનો ઈલાજ કરી દવા આપતો હતો. પોલીસે એની પૂછપરછ કરતા મૂળ પશ્ચિમ બંગાળના સેલિનગઢ પોષ્ટ. ચાટપુરનો રહેવાસી એવો તાપસ વિશ્વાસ નારાયણ વિશ્વાસ હોવાનું બહાર આવ્યું હતું. ઈસમ માત્ર ધોરણ 12 પાસ કરી આવા ઊંડાણના જંગલ વિસ્તારમાં લોકોના જીવન સાથે ખીલવાડ કરતો હતો. પોલીસે સ્થળ પર થી 21 પૂઠાંના બોક્સમાં ભરેલ અંદાજિત 20,000 રૂપિયાની કિંમતની દવાનો જથ્થો કબ્જે કર્યો હતો. એની પૂછપરછમાં બાજુના ગામોમાં પણ એના સાથીદારો આવી રીતે બોગસ ડોકટરી કરતા હોવાની વિગત પોલીસને મળી હતી.

જેના આધારે નજીકના ચિમેર ગામે દરોડા પાડતા અર્જુન ગામીતના ઘરેથી આવોજ એક બોગસ ડોક્ટર ચંદ્રશેખર બિશ્વાસ ભોળાનાથ બિશ્વાસ (રહે.થુનગી ડિગી પશ્ચિમ બંગાળ)મળી આવ્યો હતો.એની પાસે થી પોલીસે રૂપિયા 10,000 ની કિંમતની દવાના 5 બોક્સ પકડ્યા હતા. એજ પ્રમાણે ચિમેર ગામે નગીનભાઈ ગામીતના ઘરે પોલીસે તપાસ કરતા અહીં થી પણ એક બોગસ પરપ્રાંતિય ડોક્ટર પોલીસના હાથે ઝડપાયો હતો. એની પૂછપરછમાં ઈસમ પણ માત્ર 12 મી ધોરણ પાસ કરી જંગલ વિસ્તારમાં ડોકટરી કરવા આવી ગયો હતો. ઈસમે પોતાનું નામ કુતન ઓઝા કાર્તિક ઓઝા (રહે.નોબાકોમાંગતિ થાણા,પશ્ચિમ બંગાળ) જણાવ્યું હતું.એના કબજામાંથી પણ પોલીસે પાંચ જેટલા દવાના બોક્ષ કે જેની કિંમત રૂ.10,000 ગણાય છે તે કબ્જે કરી હતી. પોલીસે ત્રણે બોગસ ડોક્ટરોની ધરપકડ કરી એમની વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલા બોગસ ડોક્ટર.

ત્રણેય બંગાળીે માત્ર 12 ધોરણ પાસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો