તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સોનગઢના કિલ્લાની ઉપેક્ષાથી લોકોમાં રોષ

સોનગઢના કિલ્લાની ઉપેક્ષાથી લોકોમાં રોષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢનગર ની ઓળખ સમાન ગણાતો ગાયકવાડી રાજ્ય વખતનો એતિહાસિક કિલ્લાની વહીવટી તંત્ર દ્વારા ઉપેક્ષા કરવામાં આવતી હોય લોકોમાં નારાજગી ના સૂર ઉભા થયા છે. બાબતે ભૂતકાળમાં અનેક વખત કિલ્લા ને વિકસાવવા ની જાહેરાત તંત્ર દ્વારા કરવામાં આવી હતી પરંતુ જાહેરાતો માત્ર કાગળ પૂરતી રહી જતી હોય એવું લાગે છે.સોનગઢ ના કિલ્લા પર આજે પણ પ્રાથમિક સુવિધાનો સદંતર અભાવ હોય અહી આવતા એકલ દોકલ પ્રવાસીઓ વહીવટી તંત્ર ની કામગીરી ને કોસતા નિરાશ વદને પાછા ફરી રહ્યા છે.તાપી જીલ્લા ના એતિહાસિક વારસા ને સાચવવા બાબતે પુરાતત્વ ખાતું સહિતના તમામ સરકારી વિભાગો ઘોર ઉદાસીનતા સેવી રહ્યા હોય પ્રજામાં તીવ્ર રોષ ની લાગણી જોવા મળે છે.

સોનગઢ નો કિલ્લો ઈસ્વીસન 1728-29 માં પીલાજીરાવ ગાયકવાડે ફરી થી બાંધ્યો હતો પહેલા કિલ્લો મેવાશી ભીલ રાજા ઓના કબ્જા માં હતો.પીલાજીરાવ ગાયકવાડે એમની પાસે થી કિલ્લો જીતી લઇ એને નવેસર થી બાંધ્યો હતો.આ કિલ્લો સને 1729 થી 1766 સુધી ગાયકવાડ રજાઓ નું મુખ્ય થાણું રહ્યું હતુ.આમ એક રીતે જોવા જઈએ તો સોનગઢ નો કિલ્લો ગાયકવાડી રાજ્ય નું પ્રવેશ દ્વાર ગણાય છે.આવા ભવ્ય ભૂતકાળ સાથેનો એતિહાસિક કિલ્લો આજે પોતાનું અસ્તિત્વ ખોવા તરફ આગળ વધી રહ્યો છે એમ કહેવાઈ તો ખોટું નથી.સોનગઢ ના કિલ્લા ને તાપી જીલ્લા ના પ્રવાસન ધામ તરીકે જાહેર કરવા માં આવે છે પરંતુ પ્રવાસીઓ માટે કોઈ પણ પ્રકાર ની સુવિધા આપવા માં વહીવટી તંત્ર ઉણું ઉતર્યું છે.કિલ્લા પર પીવાના પાણી બાબતે પૂરતી વ્યવસ્થા નથી ઉપર આવેલ એક હોજમાં વરસાદી પાણી એકત્ર થાય છે અને હોજમાંથી કિલ્લા પર આવતા પ્રવાસીઓ ને પીવાનું પાણી નસીબ થાય છે. સિવાય કિલ્લા પર સૌચાલય નો પણ આભાવ છે.

ગત 2006 ના પ્રવાસન વર્ષ વખતે કિલ્લા પર 6 જેટલા સૌચાલય બનાવાયા હતા ખરા પરંતુ એમાં પાણી બાબતે કોઈ વ્યવસ્થા હોય અને સાવ વેઠ ઉતારી કામ પૂરું કરવામાં આવ્યું હોય થોડા સમયમાં નકામા થઇ ગયા હતા.કિલ્લા પર પહોચવા માટે પગપાળા અને વાહન વડે જઈ શકાય એમ બે રસ્તાઓ છે.પગપાળા જતા પ્રવાસીઓ માટે પગદંડી રસ્તો છે પરંતુ રસ્તા પર યોગ્ય સુવિધા નો અભાવ હોય લોકો અનેક મુસીબત વેઠી પગદંડી રસ્તા નો ઉપયોગ કરી કિલ્લા પર પહોચવા ની ફરજ પડે છે.

હાલમાં માત્ર બાઈક લઇ રસ્તા પર થી પસાર થઇ સકાય છે.આ રસ્તો બનાવવા માટે કેટલીય વખત માંગ ઉભી થાય છે પરંતુ વહીવટી તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી, કિલ્લા પર પ્રવાસીઓ આવતા થાય બાબતે તંત્ર બિલકુલ રસ હોય રસ્તા પાણી અને સૌચાલય જેવી પ્રાથમિક સુવિધા પૂરી પાડવા માટે પણ ઉદાસીનતા દાખવવા માં આવે છે.

પ્રવાસીઓ માટે કિલ્લા પર સુવિધા ઉભી કરો

^સોનગઢ ના કિલ્લાની ગણના તાપી જીલ્લાના પ્રવાસનધામ તરીકે થાય છે. કિલ્લો અદભૂત છે. આવા કિલ્લા પર પ્રવાસીઓની સુવિધા બાબતે સરકારી તંત્રએ ધ્યાન રાખવાની જરૂર છે. પ્રવાસીઓ માટે પ્રાથમિક સુવિધા જેવી કે પીવાના પાણી તથા સૌચાલયની સુવિધાનો અભાવ છે. > અમરસિંગભાઈવસાવા, પ્રવાસી,સાગબારા તા.નર્મદા

પુરાતત્વને હવાલે કિલ્લો મુકવાની જરૂર

સોનગઢનો કિલ્લો અંદાજીત 287 વર્ષ કરતા વધુ સમયથી અડીખમ ઉભો છે. કિલ્લાની યોગ્ય પ્રમાણમાં જાળવણીનું કામ હાથ ધરવામાં જરૂર છે. કિલ્લાના ગુંબજ અને મજબૂત દીવાલો ધીરે ધીરે તૂટી રહી છે. એને સાચવવાની જરૂર છે. ભવ્ય એતિહાસિક વારસો ધરાવતા કિલ્લાનો કબજો પુરાતત્વ વિભાગ સંભાળી લે તો યોગ્ય જાણવવાની આશા સેવાઇ રહી છે.

કિલ્લાની જોવા લાયક અદભૂત સ્થળો

સોનગઢનાકિલ્લા પર વર્ષો જુના બે મંદિરો છે. એક મહાકાળી માતાનું મંદિર અને બીજુ અંબાજી માતાનું. અંબા માતાના દર્શન કરવા ભોયરામાંથી પ્રેવેશ કરી જવું પડે છે. ખંડેરાવ મહારાજનું મંદિર પણ જોવા જેવું છે. એક દર્ગા પણ આવેલ છે. સૌથી અદભૂત બે પાણીના હોજ અને એક તળાવ છે. કિલ્લાની ઊંચાઇ પર પાણીનો સંગ્રહ કરવાની યુક્તિ વર્ષો પહેલા કરવામાં આવી હતી, જેનો ઉત્તમ નમૂનો જોવા મળે છે. કિલ્લા પર અંદરગ્રાઉન્ડ પાણીનો ટાંકી પણ છે. કિલ્લાની તળેટીમાં નીચે જુંના મહેલના અવશેષો પણ જોવાલાયક છે.

હું ઉપરી અધિકારીઓને જણાવીશ

^સોનગઢના કિલ્લા પર પ્રવાસીઓને પડતી અસુવિધા બાબતે હું તપાસ કરાવી લઉં છું અને અમારી કક્ષાથી જેટલી સુવિધાઓ આપી શકાય બાબતે પણ હું ઉપરી અધિકારીને જણાવીશ. > જીતેન્દ્રભાઈ ગોહિલ, આરએફઓ,વનવિભાગ, સોનગઢ

સોનગઢનો ગાયકવાડી સ્ટેટના ઐતિહાસીક કિલ્લાનો રમણિય નજારાને યથાવત રાખવો જરૂરી

કિલ્લા પર પ્રાથમિક સુવિધાઓનો અભાવ, એતિહાસિક વારસો સાચવવા બાબતે પણ ઘોર ઉદાસીનતા

ભૂતકાળમાં કિલ્લાને વિકસાવવાની તંત્ર દ્વારા કરાયેલી જાહેરાતો માત્ર કાગળ પૂરતી રહી ગઈ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો