તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રેઢિયાળ તંત્ર | યોજના શરૂ થયાના ગણતરીના સમયમાં બંધ થઇ જતાં ગ્રામજનોની પીવાનુ પાણી મેળવવા રઝડપાટ

રેઢિયાળ તંત્ર | યોજના શરૂ થયાના ગણતરીના સમયમાં બંધ થઇ જતાં ગ્રામજનોની પીવાનુ પાણી મેળવવા રઝડપાટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢતાલુકાના આંબા ગામે ઘાટ ફળિયામાં આવેલ પાણીની ટાંકી પણ બંધ સ્થિતિમાં પડી હોય સ્થાનિક લોકોમાં રોષ ની લાગણી ઉભી થઇ છે.

સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પૂરવઠા બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલી પાણી પૂરવઠા યોજનાઓ કોઈને કોઈ કારણોસર બંધ સ્થિતિમાં હોવાની બાબતે કોઈ નવાઇ નથી આંબા ગામે પણ આવી એક યોજના બંધ પડી છે.સોનગઢ તાલુકાના આંબા ગામે ઘાટ ફળિયા વિસ્તારમાં પડતી પીવાના પાણી અંગે પડતી મુશ્કેલીને ધ્યાનમાં લઇ પાણી પૂરવઠા બોર્ડ દ્વારા પાણી યોજના મંજૂર કરવામાં આવી હતી.આ યોજના અન્વયે 20,000 લીટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી ઉભી કરવામાં આવી હતી. સાથે ફળિયામાં પાઈપ લાઈન નખાઈ હતી અને પશુ ઓને પીવાના પાણી બાબતે હવાડો પણ બનાવાયો હતો.

જોકે યોજના શરૂ થયા ના ગણતરીના સમયમાં બોર સાથે મુકવામાં આવેલ મોટર બળી ગઈ હતી.એ પછી ઉનાળાના સમયમાં બોરમાં પાણીનું સ્તર પણ ઊંડે ઉતરી જતા ટાંકીમાં પાણી પહોચતું પણ બંધ થઇ ગયું હતુ. વાત ને અંદાજીત ત્રણ વર્ષ થવા આવ્યા છે તે સમયથી પાણી પૂરવઠા યોજના સદંતર બંધ પડી છે. યોજના શરુ કરવા પાછળ ખર્ચેલા સરકારી નાણા પણ પાણીમાં વહી ગયા હોય તેવો ઘાટ છે. ફળિયામાં ઘર આંગણે ટાંકી ઉભી હોવા છતાં લોકોએ પાણી મેળવવા રઝળપાટ કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. ખાસ કરી ઉનાળામાં લોકોને પીવાના પાણી મેળવવા બાબતે કકળાટ ઉભો થાય છે.પાણી પૂરવઠા બોર્ડ અંગે તપાસ કરી જો બોરમાં પાણી ઉપલબ્ધ હોય તો નવી મોટર નાંખી યોજના શરુ કરે એવી માંગ ઉભી થઇ છે.

આંબા ગામની પાણી પૂરવઠા યોજના બંધ.

લોકોને તરસાવતી આંબા ગામની પાણી યોજના

અન્ય સમાચારો પણ છે...