• Gujarati News
  • દ.ગુજરાત વીજકંપનીના અધિકારીઓને કરાયેલી રજૂઆત

દ.ગુજરાત વીજકંપનીના અધિકારીઓને કરાયેલી રજૂઆત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ.ગુજરાત વીજકંપનીના અધિકારીઓને કરાયેલી રજૂઆત

ગતાડી ગામે ઝૂલતા વીજતારોના તાકીદે સમારકામની ઉગ્ર માગણી

ભાસ્કર ન્યૂઝ. સોનગઢ

સોનગઢતાલુકાના ગતાડી ગામે આમલી ફળિયામાંથી પસાર થતાં રસ્તા પર ઈલેક્ટ્રીક વાયરો ઝૂલતી સ્થિતિમાં હોય અકસ્માતને આમંત્રણ આપી રહ્યાં છે. બાબતે દ. ગુ. વીજ કંપની દ્વારા સમયસર કામગીરી કરવામાં આવે એવી માંગ ઊભી થઈ છે.

અંગે ગતાડી ગામના અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલ ફરિયાદ પ્રમાણે ગતાડી થી મોઘવાણ ગામને જોડતા રસ્તા પર આવેલ આમલી ફળિયામાંથી વીજ વાયરો પસાર થાય છે. વાયરો યોગ્ય રીતે બાંધવામાં આવ્યા હોય ઝુલવા માંડ્યા છે. હાલમાં જીવંત વાયરો રસ્તાથી અંદાજિત દસ બાર ફૂટ ઉંચાઇએ આવેલા છે.

આવા ઝુલતા વાયરો નીચેથી પસાર થતા ગ્રામજનો તથા વાહનધારકો હંમેશા બયના ઓથાર હેઠળ રહે છે. આવા વાયરોની અડફેટમાં ભૂલેચૂકે કોઈ વાહન આવી જાય તો એના કારણે મોટો અકસ્માત થવાની સંભાવના છે. બાબતે ગ્રામજનોએ વીજ કંપનીમાંઆ વાયરો ફરીથી યોગ્ય રીતે બાંધી આપવા અંગે રજૂઆત કરી છે. વીજ કંપની ગતાડી ગામની સમસ્યા બાબતે તાકીદના ધોરણે પગલાં ભરે એવી ગ્રામજનોએ માંગ કરી છે.

ગતાડી ગામે ઝૂલતા વીજતારી અકસ્માતની શક્યતા.