તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • માળ ગામે ચૂંટણીના બહિષ્કારની ચીમકી બાદ સર્વે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માળ ગામે ચૂંટણીના બહિષ્કારની ચીમકી બાદ સર્વે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢતાલુકાના જંગલ વિસ્તારમાં આવેલ માળ ગામના મતદારોએ પોતાના ગામમાં વિકાસ કામો થયા હોવાનું જણાવી આગામી વિધાનસભાની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો છે. અંગે ગુરુવારે સોનગઢ ટ્રાયબલ સબપ્લાનનાં અધિકારીઓ અને કર્મચારીઓ માળ ગામ ખાતે પહોંચી અધૂરા પડેલ રસ્તા ને અન્ય વિકાસ કામના ફોટા પાડી સર્વે હાથ ધર્યો હતો. જોકે, ગ્રામજનો ચૂંટણી બહિષ્કારના એલાન સાથે મક્કમ રીતે અડગ રહેલા જોવા મળ્યા હતા.

સોનગઢના ઊંડાણના ગામ એવા માળ ગામમાં રસ્તા અને પીવાના પાણી સહિતની અનેક સમસ્યા ગ્રામજનો માટે મુશ્કેલ રૂપ બની રહી છે. અંગે ગ્રામજનોએ ગત છેલ્લા કેટલી સમયથી જુદાજુદા સરકારી વિભાગોમાં અને ચૂંટાયેલા નેતા લોકોને વિકાસ કામ બાબતે રજૂઆત કરી હતી પરંતુ એમની વાત અને રજુઆત બાબતે ધ્યાન આપવામાં આવ્યું હતું.હાલમાં ગુજરાતની ભાજપ સરકાર વિકાસના નામે મત માંગી રહી છે ત્યારે માળ સહિત આસપાસમાં આવેલ ગામડાઓમાં હજી પણ પૂરતા પ્રમાણમાં વિકાસના કામો થયા નથી હકીકત છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવતા ફરી એક વાર ગ્રામજનોએ તાપી જિલ્લા કલેકટર અને અન્ય સરકારી અધિકારીઓ પાસે વિકાસ કામ બાબતે રજૂઆતનો દોર ચલાવી બાકી અને અધર કામો બાબતે કોઈ ઠોસ કદમ ઉઠાવવામાં આવે તો ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી.જોકે ચીમકીની પણ તંત્ર પર કોઈ અસર નહિ થતા આખરે ગામના મતદાતાઓએ એકત્ર થઇ વિધાનસભાનાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. મતદારોના નિર્ણયની જાણકારી સરકારી તંત્રને તથા એઓ ગત ત્રણ દિવસ પહેલા ગામ ખાતે પહોંચી ચૂંટણી પછી અધૂરા કામો પુરા કરવાની ખાતરી આપી મતદાન કરવા અપીલ કરી હતી. જોકે, અગાઉ આવા વચનો ભૂતકાળમાં પણ અપાયા બાદ કામ પૂરું થતું હોય મતદાતાઓ એમની વાત માની ચૂંટણી બહિષ્કારની વાત પર અડગ રહ્યા હતા. બાબતે ગુરુવારે વિકાસ કામો જેમની જવાબદારીમાં આવે છે એવા ટ્રાયબલ સબપ્લાનના અધિકારીઓ અને કર્મચારીઓ ગામ ખાતે દોડી જઈ અધૂરા પડેલ રસ્તા સહિતના કામના ફોટા પાડીને લઈ ગયા હોવાનું ગામ આગેવાન બુધિયાભાઈ ગામીતે જાણકારી આપી હતી. ગુરુવારે મતદારોએ ચૂંટણી બહિષ્કારના ટેકામાં ગામમા રેલી કાઢી હતી.

ચૂંટણીના વિરોધ સાથે માળ ગામમાં મતદાતાઓ રેલી કાઢી હતી.

અધૂરા રસ્તા સહિતના વિકાસ કામોના મુદ્દે ગ્રામજનોના વિરોધ બાદ ટ્રાઇબલ સબ પ્લાન અધિકારી અને કર્મચારીઓ દોડ્યા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો