• Gujarati News
  • National
  • ઉકાઈ બસસ્ટેન્ડ નજીક રિક્ષા ખડકલો અડચણરૂપ

ઉકાઈ બસસ્ટેન્ડ નજીક રિક્ષા ખડકલો અડચણરૂપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢતાલુકા ઉકાઈનાં બસ સ્ટેન્ડની આસપાસ ગેરકાયદે દોડતી રિક્ષાના ચાલકો પડયા પાથર્યા રહેતા હોવાની ફરિયાદ ઉભી થઇ છે. સ્ટેન્ડ સામે ઉભી રહેતી રિક્ષાઓને કારણે મુસાફરોને પણ તકલીફ પડી રહી છે, અને સાથોસાથ એસ.ટી નિગમ ખોટ ખાઈ રહ્યું છે.

સોનગઢ તાલુકાના ઉકાઈ વર્કશોપ બજાર ખાતે આવેલ એસ.ટી સ્ટેન્ડની આસપાસ મોટા પ્રમાણમાં રિક્ષાઓ ખડકાયેલી જોવા મળે છે.ખાસ કરીને સોનગઢ અને બોરદા તરફ ગેરકાયદે દોડતી રિક્ષાના ચાલકો સ્ટેન્ડની નજીક ટીંગાયેલા જોવા મળે છે. રિક્ષાઓ ચાલકો બસ સ્ટેન્ડની પાસે આવેલ ખુલ્લી જગ્યામાં આડેધડ ઉભા રહી ટ્રાફિક સમસ્યા વધારી રહ્યા છે. કેટલાક રિક્ષાચાલકોએ તો ઉકાઈ બસસ્ટેન્ડની બિલકુલ સામે પોતાની રિક્ષાઓ ઉભી કરી મુસાફરોને રીક્ષામાં બેસાડી રહ્યા છે. રિક્ષાચાલકોએ સ્ટેન્ડની નજીક ટ્રાફિક જામ કરવા સાથે મુસાફરો માટે પણ મુશ્કેલી ઉભી કરી રહ્યા છે. રિક્ષાઓમાં ક્ષમતાથી વધુ મુસાફરો બેસાડી કાયદાનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે અને એસટી તંત્રને નુકશાન પહોંચાડી રહ્યા છે, અને મુસાફરો માટે ત્રાસ રૂપ બનતા હોવા છતાં એમની સામે કાયદાકીય પગલાં લેવાતા નથી.

ઉકાઈ સ્ટેન્ડ નજીક ખડકાયેલ અડચણરૂપ રીક્ષાઓ.

રિક્ષાચાલકોએ કારણે મુશ્કેલી પડે છે

^ઉકાઈવર્કશોપ બજાર બસસ્ટેન્ડ પાસે ગેરકાયદે દોડતી રિક્ષાના ચાલકો પોતાની રિક્ષાઓ આડેધડ પાર્ક કરતા હોય ટ્રાફિકજામની સમસ્યા સાથે મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. સમસ્યાના અંગે પોલીસ અને આરટીઓ વિભાગ યોગ્ય કાર્યવાહી કરે એવી માંગ છે. > મુકેશભાઈસી.પટેલ, મુસાફર

આડેધડ ગોઠવાયેલી રિક્ષાઓને કારણે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો

અન્ય સમાચારો પણ છે...