• Gujarati News
  • National
  • સોનગઢમાં વધુ 118 આવાસનો ડ્રો કરાયો

સોનગઢમાં વધુ 118 આવાસનો ડ્રો કરાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢનગર પાલિકા દ્વારા દેવજીપુરા ખાતે તૈયાર થતા આવાસ યોજનાના 118 જેટલા મકાનો નો ડ્રો કરી લાભાર્થીઓ નક્કી કરી દેવામાં આવ્યા હતા. યોજના અન્વયે હમણાં સુધી કુલ 302 જેટલા લાભાર્થીઓને આવાસની ફાળવણી કરી દેવામાં આવી છે. સોનગઢ પાલિકા દ્વારા નિર્મિત IHSDP યોજના હેઠળના આવાસ દેવજીપુરા ખાતે ટૂંક સમયમાં તૈયાર થઇ જનાર છે. પહેલા પાલિકા દ્વારા ગત 16મી સપ્ટેમ્બરે 184 લાભાર્થીઓને ફાળવણી કરી દેવામાં આવી હતી. હાલમાં આવાસ યોજનાના સ્થળે પલમ્બરિંગ અને વાયરિંગની આખરી તબક્કાની કામગીરી ચાલી રહી છે. સ્થળે કૂલ 560આવાસ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આગાઉ આવાસ ફાળવણી કર્યા પછી બીજા તબક્કામાં આવાસ ફાળવણી ગતરોજે કરવામાં આવી હતી. ફાળવણી દરમિયાન 118 જેટલા લોકોને આવાસ ફાળવી દેવામાં આવ્યા હતા,પાલિકા પ્રમુખ દીપકભાઈ વસાવા,ઉપપ્રમુખ મંગળાબહેન જાધવ, સ્થાનિક પાલિકા સદસ્ય સુનિલભાઈ શર્મા, ચીફ ઓફિસર બલ્લુભાઈ ચૌધરી અને અન્ય પાલિકા સદસ્યો તથા લાભાર્થી હાજરીમાં આવાસ યોજનાના ડ્રો કરી જે તે લાભાર્થીઓને એમના આવાસના નંબર આપી દેવામાં આવ્યા હતા. પાલિકા દ્વારા જે લાભાર્થીઓ ને આવાસ ફાળવવામાં આવ્યા છે તેમણે ભરવા પાત્ર રકમ ઝડપથી પાલિકામાં જમા કરાવે એવી વિનંતી પણ કરવામાં આવી હતી. સ્થળે કુલ 560 આવાસ બનવાના છે ત્યારે હવે ત્રીજા તબક્કામાં 258 લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ આપવામાં આવશે એવું પાલિકા દ્વારા જણાવવા માં આવ્યું છે.

પહેલાં પણ 184 લાભાર્થીઓને આવાસ ફાળવાયા હતા

અન્ય સમાચારો પણ છે...