તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સોનગઢ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા વીડિયો રેકોર્ડિંગ કરાતા વિવાદ

સોનગઢ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા વીડિયો રેકોર્ડિંગ કરાતા વિવાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢનગરપાલિકાના સીઓ દ્વારા એમની ચેમ્બરના પડદા પાછળ ઊભા રહી બાજુમાં આવેલ પ્રમુખની ચેમ્બરમાં બેસેલા પાલિકા બાંધકામ અધ્યક્ષ અને સહાયક ઈજનેરની વાતચીત રેકોર્ડિંગ કરવામાં આવતાં વિવાદ ઊભો થયો છે. બાબતે પાલિકા પ્રમુખ અને જિલ્લા કલેક્ટરને બાંધકામ અધ્યક્ષ દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

બાબતે પાલિકા બાંધકામ સમિતીના અધ્યક્ષ જયેશભાઈ દેસાઈએ જિલ્લા કલેક્ટર અને પાલિકા પ્રમુખને કરેલ લેખિત ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત તારીખ 24મના બપોરના સમયે એઓ પાલિકા પ્રમુખની ચેમ્બરમાં બેસી સહાયક ઈજનેર પ્રદીપભાઈ પટેલ સાથે બાંધકામ ખાતાને લગતી વિગતોની ચર્ચા કરતાં હતાં. સમયે બાજુમાં આવેલી ચીફ ઓફિસરની ચેમ્બરમાંથી કોઈ કે વીડિયો રેકોર્ડિંગ કે ફોટો પાડતું હોવાની શંકા ગઈ હતી જેથી નગરપાલિકા કચેરીમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં નગરપાલિકાના પ્રમુખ અધિકારી મયુરભાઈ જોષી બારીમાંથી અમારી ચર્ચાનું રેકોર્ડિંગ કરતાં નજરે પડ્યા હતાં. આમ પાલિકાના જવાબદાર અધિકારી તરીકે તેમનું કૃત્યુ ખુબ નંદનીય અને ચૂંટાયેલા લોક પ્રતિનિધિના અધિકારી પર તરાપ સમાન હોવાનું રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે. બાબતે પાલિકાના પ્રમુખ અધિકારી સામે ગેરશીસ્ત બાબતે કાર્યવાહી કરવાની માંગ અરજદાર બાંધકામ સમિતીના અધ્યક્ષે કરી છે.

ચીફ ઓફિસર વીડિયો રેકોડિંગ કરતા સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યા હતા.

બાબતે કલેક્ટરને જવાબ આપીશ

^સોનગઢ નગરપાલિકના પ્રમુખ અને બાંધકામ સમિતીના અધ્યક્ષ દ્વારા પાલિકાના વહીવટ બાબતે કર્મચારીઓ સાથે વાદવિવાદ ફરી વહીવટમાં અડચણ ઊભી કરવામાં આવી રહી છે. બાબતે મારા તરફથી પણ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. વીડિયો રેકોડિંગના બનેલા બનાવ બાબતે હું જિલ્લા કલેક્ટર તાપીને મારો જવાબ રજૂ કરીશે. સિવાય વધુ કહેવા માંગતો નથી. > મયુરભાઈજોષી, ચીફઓફિસર નગરપાલિકા સોનગઢ

બાંધકામ સમિતીના અધ્યક્ષ અને સહયાક ઈજનેર વાતચીત રેકોર્ડ કરી

અન્ય સમાચારો પણ છે...