તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઉખલદામાં 12 વર્ષીય તરૂણીને નરાધમે પીંખી નાંખી

ઉખલદામાં 12 વર્ષીય તરૂણીને નરાધમે પીંખી નાંખી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢતાલુકાના ઉખલદા ગામે રહેતા એક 40 વર્ષીય ઈસમે એના ખેતર નજીકથી શાળાએ ચાલતી જતી એક બાર વર્ષીય બાળાને બળજબરીથી શેરડીના ખેતરમાં ખેંચી જઈ દુષ્કર્મ આચર્યું હતુ. બનાવમાં ભોગ બનનાર બાળાને શરીરે ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સોનગઢ પોલીસે દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.

અંગે પોલીસ પાસેથી મળેલ વિગત મુજબ સોનગઢ તાલુકાના બેડવાણ ભેંસરોટ ગામે રહેતા એક ખેડૂત પરિવારની 12 વર્ષીય દીકરી નજીક આવેલ ઉખલદા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ આઠમા અભ્યાસ કરે છે. વિદ્યાર્થિની પોતાના નિયમિત ક્રમ પ્રમાણે બુધવારે સવારે પોતાની શાળાએ જવા નીકળી હતી. દરરોજના સમય કરતા બુધવારે સહેજ મોડું થયું હોય વિદ્યાર્થિની ની બહેનપણીઓ આગળ નીકળી ગઈ હતી, અને એકલી પગપાળા શાળાએ જવા નીકળી હતી. ઉખલદા ગામની સીમમાંથી પસાર થતી હતી ત્યારે આજ રસ્તે પોતાનું ખેતર ધરાવતા ઉખલદા ગામમાં રહેતો યોગેશભાઈ છાણીયાભાઈ ચૌધરીએઆ વિદ્યાર્થિનીને એકલી જોતા એના મનમાં વાસનાનો કીડો સળવળ્યો હતો. એણે વિદ્યાર્થિનીનો પહેલા તો પીછો કર્યો હતો પછી એનું ખેતર નજીક આવતા આરોપી યોગેશે સદર વિદ્યાર્થિનીનો એકલતાનો લાભ લઈ એને પાછળથી પકડી લઈ મોઢું દબાવી નજીકના શેરડીના ખેતરમાં ઢસડી ગયો હતો. આરોપી યોગેશે વિદ્યાર્થિનીને ખેતરમાં આડી પાડી દઈ એના મોઢા પર ઓઢણી બાંધી દીધા બાદ કપડાં ખેંચી લઈ એની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતુ. દુષ્કર્મ આચરતી વખતે થયેલ ઝપાઝપીના કારણે ભોગ બનનાર બાળાને મોઢા નાક અને ચહેરાના ભાગે નખ વડે ઇજા પહોંચી હતી.દુષ્કર્મ આચર્યા બાદ આરોપી યોગેશ ચૌધરીએ અંગે કોઈને પણ જાણ કરશે તો તને હું તને જાન થી મારી નાખીશ એવી ધમકી આપી ત્યાંથી ચાલ્યો ગયો હતો. પછી ભોગ બનનાર વિદ્યાર્થિની માંડ માંડ પોતાના કપડાં પહેરી ઘરે પરત ગઈ હતી. ઘરે પહોંચી વિદ્યાર્થિનીએ પોતાની માતાને બનાવ અંગે જાણ કરતા એઓ પરિવારજનો સાથે સોનગઢ પોલીસ મથકે દોડી આવી આરોપી યોગેશ છાણીયા ભાઈ ચૌધરી વિરુદ્ધ દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.આ અંગે સોનગઢ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ પીઆઇ એમ વી કીકાણીએ શરૂ કરી હતી.

40 વર્ષીય આરોપી બે સંતાનનો બાપ છે

ઉખલદાગામે 12 વર્ષીય બાળાને પીંખી નાખનાર આરોપી યોગેશ ચૌધરી પોતે 40 વર્ષની ઉમર ધરાવે છે, એના ઘરે પોતાના બે સંતાનો પણ હોવાનું જાણવા મળ્યું છે. પોતાની વાસના સંતોષવા માટે એક નિર્દોષ બાળા સાથે આચરેલ કૃત્યને ગ્રામજનોએ વખોડી કાઢ્યું હતુ. ભોગ બનનાર બાળાના પરિવારજનોએ આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે એવો સુર વ્યક્ત કર્યો હતો.

એલકતાનો લાભ લઇ પગપાળ સ્કૂલે જતી બાળકીને ખેતરમાં ખેંચી ગયો

અન્ય સમાચારો પણ છે...