તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નિઝર સોનગઢના ધારાસભ્યને જૂની નોટ આપી વિરોધ પ્રદર્શન

નિઝર-સોનગઢના ધારાસભ્યને જૂની નોટ આપી વિરોધ પ્રદર્શન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતપ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નોટના કારણે પડતી હાલાકી બાબતે જન સપ્તાહ આક્રોશના કાર્યક્રમની ઘોષણા કરતાં જેના અનુસંધાને આજરોજ ધારાસભ્યના ઘરે વિરોધ પ્રદર્શન કરવાના કાર્યક્રમ અંતર્ગત નિઝર-સોનગઢના ધારાસભ્યને કોંગ્રેસ કાર્યકરોએ જૂની નોટ આપી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જનતાનો અવાજ બનીને જન સપ્તાહ આક્રોશ કાર્યક્રમ આપવામાં આવતા જેના ભાગરૂપે ધારાસભ્યના ઘરે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ અંતર્ગત નિઝર વિધાનસભા સમાવિષ્ટ સોનગઢ,ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકાનાં કોંગ્રેસી કાર્યકરોએ ધારાસભ્ય કાંતિભાઈ ગામિત દેવલીમાડી મંદિરે કામ અર્થે હોય ત્યાં જઇ જૂની નોટ આપી તાપી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ગામિતે લેખિતમાં જણાવેલ કે હાલમાં નોટબંધીને લઈને લોકોની પડતી હાલાકી તેમજ નાણાકીય વ્યવસ્થાની મુશ્કેલી દૂર કરવા તેમજ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવા જણાવતા ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરવાની ખાત્રી આપી હતી. અવસરે તાપી જિલ્લા કોંગ્રેસ પ્રવકતા મોહસીન સૈયદ સોનગઢ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નોનાભાઇ ગામિત, સોનગઢ તાલુકા પંચાયત પ્રમુખ ભીલાભાઈ ગામિત, તાપી જિલ્લા પંચાયત બાંધકામ અધ્યક્ષ જયશ્રીબેન ગામિત, આરોગ્ય અધ્યક્ષ રાધિકાબેન વસાવા વગેરે અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

મહુવાના ધારાસભ્યના ઘરે દેખાવો કરી રહેલા કોંગી કાર્યકરોને પોલીસે ડીટેઇન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...