• Gujarati News
  • National
  • ઉચ્છલ હાઈવે પર ચપ્પુની અણીએ બાઇકસવાર યુવકને લૂંટી લેવાયો

ઉચ્છલ હાઈવે પર ચપ્પુની અણીએ બાઇકસવાર યુવકને લૂંટી લેવાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉચ્છલ તાલુકામાથી પસાર થતાં નેશનલ હાઈવે પર છેલ્લા બે-ત્રણ દિવસથી નાના ફેરીયા તેમજ હાઈવે પરથી પસાર થતાં બાઈક સવારોને ચપ્પુ બતાવી લૂંટવાવાળી ગેંગે સક્રીય થઈ છે. ગત દિવસોમાં બે ઈસમો લૂંટનો ભોગ બન્યા છે. આ અંગે ઉચ્છલ પોલીસ કાર્યવાહી કરે એ જરૂરી બન્યું છે.

સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આજરોજ સોનગઢનો યુવાન નાનો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તે બપોરે 1.30 વાગ્યા પછી પોતાની મોટરસાઈકલ ઉપર નવાપુરથી સોનગઢ તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન આનંદપુરથી મીરકોટ વચ્ચે હાઈવે પર પસાર થતી વેળાએ તેના મોબાઈલ પર ઘરેથી ફોન આવ્યો હતો. તે સમયે બાઈક સાઈડમાં ઊભી રાખી વાત કરી રહ્યો હતો. ત્યારે બે અજાણ્યા ઈસમો (આસરે 25 વર્ષના) એક સ્પેન્ડર મોટરસાઈકલ પર આવી ગાડી ઊભી રાખી ગાળો બોલવા લાગ્યા હતાં, અને જણાવેલ કે તુ દાદો થઈ ગયો છે. તેમ કહી ચપ્પુ બતાવી ખિસ્સામાંથી 4000 રૂપિયા લઈ નાસી છૂટ્યા હતાં. તેઓની ગાડી નંબર વગરની હતી. ભોગ બનનાર ઉચ્છલ પોલીસમાં જઈ હકીકત અંગે જાણ કરી હતી. ત્યાં પોલીસે કહ્યું કે બે દિવસ પહેલા પણ કોઈ 5000 લૂંટી ગયા ની પણ ઘટના બની છે. જેથી આ વિસ્તારના લોકો અને વેપારી ધંધા કરતાં લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...