• Gujarati News
  • National
  • સોનગઢ નગર પાલિકાના પ્રમુખ પદે વૈશાલી ચૌધરીની બિનહરિફ વરણી

સોનગઢ નગર પાલિકાના પ્રમુખ પદે વૈશાલી ચૌધરીની બિનહરિફ વરણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢ નગર પાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખ નિમણુંક કરવા માટેની એક સામાન્ય સભા ચૂંટણી અધિકારી તુષારભાઇ જાનીના અધ્યક્ષ સ્થાને મળી હતી.આ સભામાં પાલિકામાં ચૂંટાયેલા તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

સોનગઢ પાલિકાની તાજેતરમાં યોજાઈ હતી.પાલિકાની સાત વોર્ડની 28 બેઠકની યોજાયેલ ચૂંટણીમાં 21 ભાજપને અને 07 બેઠક કોંગ્રેસને મળી હતી.રવિવારે પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હાથ ધરવામાં આવી હતી.પાલિકાના પ્રમુખ પદે વોર્ડ નંબર ચાર માંથી ચૂંટાયેલા એવા વૈશાલીબેન ચૌધરીની દરખાસ્ત ભાવનાબેન ગામીતે મૂકી હતી જયારે માયાબેન પાટીલે ટેકો આપ્યો હતો.ઉપપ્રમુખ પદે અનુભવી એવા ચિંતનભાઇ દેસાઈનું ફોર્મ રજૂ થયા હતા.એમની દરખાસ્ત વિનોદભાઈ ચંદ્રાત્રેએ મૂકી હતી જ્યારે ટેકો નિખિલભાઈ શેઠે આપ્યો હતો.આ સિવાય અન્ય કોઈ ઉમેદવારીફોર્મ રજૂ નહિ થતા ચૂંટણી અધિકારી વૈશાલીબેન ચૌધરીને પ્રમુખ અને ચિંતનભાઈ દેસાઈને ઉપપ્રમુખ પદે. ચૂંટાયેલા જાહેર કર્યા હતા.એ સાથે કારોબારી અધ્યક્ષ તરીકે વિનોદભાઈ ચંદ્રાત્રે,પક્ષના નેતા તરીકે પ્રીતેશભાઈ ગામીત તથા દંડક તરીકે કૌશિકભાઈ કેદારની વરણી અંગેનો પત્ર તાપી જિલ્લા ભાજપ પ્રમુખ જયરામભાઈ ગામીતે જાહેર કર્યો હતો.

સોનગઢ પાલિકાના ચૂંટાયેલા પ્રમુખ ઉપપ્રમુખ

અન્ય સમાચારો પણ છે...