સોશિયલ મીડિયા પર જાંબલીનો કિલ્લો પૂરો દેખાતો થયાની અફવા

સોશિયલ મીડિયા પર જાંબલીનો કિલ્લો પૂરો દેખાતો થયાની અફવા
સોશિયલ મીડિયા પર જાંબલીનો કિલ્લો પૂરો દેખાતો થયાની અફવા
સોશિયલ મીડિયા પર જાંબલીનો કિલ્લો પૂરો દેખાતો થયાની અફવા

DivyaBhaskar News Network

Jun 25, 2016, 05:20 AM IST
છેલ્લાકેટલાક દિવસોથી પાણીમાં દેખાતા એક પ્રાચીન કિલ્લાના અવશેષોને ઉકાઈ ડેમના જળાશયમાંથી નીકળેલ વાજપૂર કિલ્લાના હોવાનું દર્શાવી એના ફોટા ફેસબૂક અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પર કેટલાક ભેજાબાજો ફરતા કરી દીધા છે. જોકે તપાસ કરતા હકીકત સાચી હોવાનું બહાર આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ કિલ્લાના ફોટા મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ મુરુડ-જંજીરા નજીક અરબ સાગરમાં આવેલ કિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે.

વર્ષે ઉકાઈ જળાશયમાં પાણીના સ્તર ઓછા થઈ જતા એમાં ડેમ બનાવતી વખતે જળસમાધિ લીધેલ એક પ્રાચીન કિલ્લાના અવશેષો બહાર જોવા મળતા અનેક પ્રવાસીઓનો ધસારો પ્રાચીન કિલ્લાના નિહાળવા માટે થયો હતો. પરંતુ સ્થાન પર જવા માછીમારી કરતી હોડીમાં બેસીને જવાનું હોવાથી સલામતી ને ધ્યાનમાં લઈ અહીં પ્રવાસીઓ ને આવવા પર તાપી જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જોકે, પછી પણ વ્યારા તાલુકાના રહેવાસી એક યુવાનનું તાપી નદીમાં હોડી પલટી જવાથી ડૂબી જવાને કારણે મોત નિપજયું હતું અને હાલમાં પણ કોઈને કિલ્લાની મૂલાકાતે જવા દેવામાં આવતા નથી. ઉકાઈ જળાશયમાં ડૂબી ગયેલ ગાયકવાડી વખતનો કિલ્લો દેખાતો થયા બાદ લોકોમાં કિલ્લાને લઈને ભારે ઉત્સુકતા જાગી હતી. વાતને ધ્યાનમાં લઈ કેટલાક ટીખળબાજો એક અન્ય પ્રાચીન કિલ્લાના ફોટા મેળવી ફોટા જાંબલી ગામ નજીક ઉકાઈ જળાશયમાં ડૂબેલો કિલ્લો હવે બહાર દેખાવા માંડ્યો એવા સંદેશા સાથે ફેસબૂક અને વોટ્સએપ પર મોટે પાયે ફેલાવી દીધા હતા. ફોટા નિહાળી એકવાર ફરી વાજપૂરનો કિલ્લો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર હતો. છેલ્લા બે દિવસથી બાબતે દિવ્ય ભાસ્કર પાસે પણ સાચી માહિતી માટે ફોન કોલ આવ્યા હતા. અંગે તપાસ કરતા વાજપુર કિલ્લાના જે ફોટા જૂન માસની શરૂઆતમાં વાયરલ થયા હતા તે સમયે ઉકાઈ ડેમમાં પાણીની સપાટી 285 ફૂટ જેટલી હતી. જોકે પછી સિંચાઈ માટે પાણી આપવાનું બંધ કરવામાં આવતા ડેમના સપાટી માત્ર એક ફૂટ ઓછી થવા પામી છે. આમ જળાશયમાં દેખાતા વાજપુર કિલ્લાની આસપાસ પણ પાણીની સપાટી માત્ર એક દોઢ ફૂટ ઓછી થઈ છે. જોકે વાયરલ થયેલ કિલ્લાના ફોટામાં કિલ્લાની દીવાલ પંદરથી વીસ ફૂટ જેટલી દેખાય રહી છે. વળી વાજપુરનો કિલ્લો ચોરસ આકારનો જોવા મળે છે. જ્યારે વાયરલ થયેલ ફોટામાંનો કિલ્લો લંબચોરસ જોવા મળેલ છે. આમ તપાસ દરમિયાન સોશિયલ મીડિયા પર ફરતા થયેલ કિલ્લાના ફોટા વાજપુરના નહીં પણ મહારાષ્ટ્ર રાજ્યના રાયગઢ જિલ્લામાં આવેલ મુરુડ-જંજીરા નામક શહેર પાસે આવેલ અરબ સાગરમાં સ્થિત કિલ્લાના હોવાનું બહાર આવ્યું છે.

છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કેન્દ્ર બનેલો કિલ્લો સોશિયલ મીડિયાને કારણે વધુ એકવાર ચર્ચામાં

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ મુરુડ-જંજીરા કિલ્લાના ફોટા અને બીજી તસ્વીરમાં વાજપુર નો કિલ્લો દેખાય છે. તસવીર- ભાસ્કર

મુરુડ-જંજીરાનો કિલ્લો પણ 350 વર્ષ જૂનો છે

^ હાલમાં સોશિયલ મીડિયા પર વાજપૂરના કિલ્લાના નામે ફરતા થયેલ ફોટા હકીકત માં મહારાષ્ટ્ર રાજ્યના રાયગઢ જિલ્લામાં આવેલ મુરુડ ગામ નજીકના કિલ્લાના છે અને કિલ્લો અરબ સાગરની વચ્ચે આવેલ છે. મુંબઈથી દક્ષિણમાં અંદાજિત 150 કિલોમીટર દૂર આવેલ કિલ્લો અંદાજિત 350 વર્ષ જુનો છે અને સમુદ્ર તટ થી 90 ફૂટ જેટલો ઊંચો છે. કિલ્લામાં હાલમાં પણ તોપ અને અને અન્ય હથિયારો જોવા મળે છે. કિલ્લા પર જવા મુરુડથી અન્ય વાહનમાં બેસી રાજાપુરી જવું પડે છે અને ત્યાંથી હોડીમાં બેસી કિલ્લો જોવા પ્રવાસીઓ જાય છે. > ચંદનસિંહગોહિલ, ઇતિહાસનાજાણકાર, નવાગામ સોનગઢ

હકીકતમાં ફોટા મહારાષ્ટ્રના મુરુડ-જંજીરા નજીક અરબ સાગરમાં આવેલ કિલ્લાના છે

જાંબલીના કિલ્લાં અંગે ફેસબુક- વોટ્સએપ પર ખોટી માહિતી ફરતી થતાં લોકો ગેરમાર્ગે દોરાયા

X
સોશિયલ મીડિયા પર જાંબલીનો કિલ્લો પૂરો દેખાતો થયાની અફવા
સોશિયલ મીડિયા પર જાંબલીનો કિલ્લો પૂરો દેખાતો થયાની અફવા
સોશિયલ મીડિયા પર જાંબલીનો કિલ્લો પૂરો દેખાતો થયાની અફવા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી