• Gujarati News
  • રાણીઆંબા ગામનાં ચાહવાળાનો પુત્ર લેફટનન્ટ કર્નલ બન્યો

રાણીઆંબા ગામનાં ચાહવાળાનો પુત્ર લેફટનન્ટ કર્નલ બન્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢનજીક આવેલ રાણીઆંબા ગામના એક સામાન્ય પરિવારનો યુવાન ભારતીય સૈન્યમાં લેફ્ટનન્ટ કર્મલની પોસ્ટ પર પહોંચતા નાનકડા એવા રાણીઆંબા ગામમાં ખુશીનું વાતેવરણ ઊભુ થયું છે. યુવાનનું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યુ હતું.

સોનગઢના રાણીઆંબા ગામે રહેતા શેષ નારાયણભાઈ શુક્લા સોનગડમાં ચાની લારી ચલાવી પોતાનું અને પરિવારનું ભારણ પોષણ કરે છે. શેષ નારાયણભાઈનો પુત્ર અજય શુક્લા નાનપણથી ભણવામાં તેજસ્વી હતો. ધોરણ 1થી 10નું શિક્ષણ સોનગઢની નૂતન વિદ્યામંદિમાં મેળવી ધોરણ 11-12 વ્યારાની કે. બી. પટેલ સ્કૂલમાં પૂર્ણ કર્યુ હતું. પછી વડોદરા ખાતે ઈલેક્ટ્રીક એન્જિનિયર બન્યા બી.ટેકનું શિક્ષણ મેળવ્યું હતું. આજ સમય દરમિયાન ભોપાલમાં એસએસબીમાં આર્મીમાં ભારતી થવા અંગેના ફોર્મ ભરવાની કાર્યવાહી થઈ રહી હોય અજય શુક્લાએ આર્મીમાં જવા માટે ફોર્મ ભર્યુ હતું.