તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સોનગઢ ચેકપોસ્ટ પૂર્વ કમર્શિયલ ટેક્સ ઓફિસરની ધરપકડ કરાઈ

સોનગઢ ચેકપોસ્ટ પૂર્વ કમર્શિયલ ટેક્સ ઓફિસરની ધરપકડ કરાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢનીવેટ ચેકપોસ્ટ પર ઓકટોબર 2015માં એસીબીએ દરોડો પાડી વેટની રકમ ભર્યા વીના ટ્રકો પસાર કરવાનું કૌભાંડ ઝડપી લીધુ હતુ. કૌભાંડ જેમના નેજા હેઠળ ચાલતું હતુ. એવા સોનગઢનાં તત્કાલીન કમર્શિયલ ટેક્ષ ઓફિસરની એસીબીએ ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા 3 દિવસનાં રિમાન્ડ મંજૂર થયા છે.

વર્ષ 2015નાં ઓકટોબરમાં એસીબીને સોનગઢ ચેકપોસ્ટ પરથી વેટની રકમ ભર્યા વીના ટ્રકો પસાર કરવામાં આવતી હોવાની ફરીયાદ મળી હતી. જેમાં એસીબી દરોડો પાડતા વેટ ભર્યા વીના પસાર થતી પાંચ ટ્રકો ઝડપી લઇ કાર્યવાહી કરી હતી. જેતે સમયે આમાં સામેલ સ્થાનિક ટાઉટોની ધરપકડ કરી એમને જેલ ની હવા ખવડાવી હતી. જોકે તેં સમયે પુરાવાનાં અભાવે સરકારી અધિકારીઓ સામે કાર્યવાહી થઈ શકી હતી. બાબતે એસીબી દ્રારા તપાસ ચાલુ રખાઈ હતી.દરમિયાન જે તેં સમયે ઝડપાયેલા ધીરજ દલસાનિયા નામના વેપારીની પૂછપરછ માં સમગ્ર કૌભાંડ સોનગઢ ખાતે તેં સમયે ફરજ બજાવતા કમર્શિયલ ટેક્ષ ઓફિસર પ્રભુદાસ ભાનુદાસ પાટિલ ની દેખરેખ હેઠળ ધમધમતું હોવાનું બહાર આવ્યુ હતુ. જેમાં સોમવારે રાત્રે પ્રભુદાસ પાટિલ હાલ સુરતનાં નાનપુરા ખાતે ફરજ પર હોય એમની પૂછપરછ સુરત ખાતે કર્યા બાદ તાપી એસીબી એમની ધરપકડ કરી હતી.

વેટના કૌંભાંડ અંતર્ગત ACBની કાર્યવાહી

અન્ય સમાચારો પણ છે...