• Gujarati News
  • National
  • હવે જાંબલીના કિલ્લાની આજુબાજુના વિસ્તારમાં પણ પ્રવેશ પર પ્રતિબંધ

હવે જાંબલીના કિલ્લાની આજુબાજુના વિસ્તારમાં પણ પ્રવેશ પર પ્રતિબંધ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉકાઈડેમના જળાશયમાં પાણીનું લેવલ ઓછું થતાં વાજપુર ગામની સીમમાં એક ઐતિહાસિક કિલ્લો પાણી બહાર નજરે પડ્યો છે. જે અંગેની માહિતી લોકોને મળતાં મોટી સંખ્યામાં કિલ્લો જોવા માટે અવર જવર શરૂ થઈ છે. જેમાં હોડી પલટી જતા એક યુવક ડૂબી ગયો હતો.આવી ઘટનાનું પુનરાવર્તન થાય તે માટે તાપી જિલ્લા કલેકટર બી.સી પટણીને પોલીસ અધિક્ષક, તાપી, અધિક્ષક ઇજનેર, ઉકાઇ વર્તુળ, ઉકાઇ, મામલતદાર, સોનગઢ અને મામલતદાર ઉચ્છલ દ્વારા વાજપુર ગામની સીમમાં જયાંથી નાવડીમાં બેસીને કિલ્લા સુધી જવાના સ્થળે તેમજ કિલ્લાની આસપાસનો વિસ્તાર તથા ઉચ્છલ તાલુકાનાજામલી ગામ તરફ જતા રસ્તાથી સહેલાણીઓને આવવા-જવા પર તથા તેમજ જંગલના રસ્તેથી તાપી કિનારા સુધીના વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવાની દરખાસ્ત કરાઇ હતી. જેને અનુલક્ષી જાહેર જનતાની સલામતિને અનુલક્ષીને તાપી જિલ્લા મેજીસ્ટ્રેટ બી.સી પટણીએ તેમને મળેલી સત્તાની રૂએ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના વાજપુર ગામની સીમમાંથી નાવડીમાં બેસીને ઉકત ઐતિહાસિક કિલ્લા સુધી જવાના સ્થળ સુધી, ઉચ્છલ તાલુકાના નારણપુરથીજામલી સુધી અને જંગલના રસ્તેથી તાપી કિનારા સુધીના વિસ્તારમાં તથા ઉચ્છલ તાલુકાના જામલી ગામ તરફ જતા રસ્તાથી ઉકત કિલ્લાની આસપાસના વિસ્તારમાં માછીમારી કે પ્રવાસીઓ માટે બોટીંગ મારફત કે અન્ય કોઇ રીતે પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...