• Gujarati News
  • સોનગઢમાં ભરતી પૂર્વે માટે મફત તાલીમ વર્ગ

સોનગઢમાં ભરતી પૂર્વે માટે મફત તાલીમ વર્ગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢ : ગુજરાતજાહેર સેવા આયોગ દ્વારા આગામી દિવસોમાં નાયબ સેક્સન અધિકારી,નાયબ મામલતદાર,મ.પો.સ.ઈ (બિન હથિયાર ધારી)ની હેતુલક્ષી કસોટી લઇ નવી ભરતી કરવાનું આયોજન છે. ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને અનેક તક છે. સોનગઢ - વ્યારાના ઊંડાણના ક્ષેત્રમાં વસવાટ કરતા વિદ્યાર્થી ભાઈ- બહેનોને અંગે યોગ્ય માર્ગદર્શન કે તાલીમ મળતી હોય તેઓ આવી તકથી વંચિત રહે છે. બાબતે સોનગઢ સરકારી કોલેજમાં હેતુલક્ષી તૈયારી કરાવી શકાય એવા આશય સાથે તારીખ 11/4 થી 14/4 સુધીના ચાર દિવસમાં સવારે 10થી 4 દરમિયાન યોગ્ય તાલીમાર્થીઓને તાલીમ આપવાનું આયોજન છે. દરમિયાન જી.પી.એસ.સી ના પૂર્વ મેમ્બર પ્રવીણભાઈ વઘાસીયા, સરકારી અધિકારી એન.યુ. ગામીત, ઉર્મિલાબેન ઝણકોટ તથા વિવિધ વિષયના અનુભવી તજજ્ઞો દ્વારા વિનામૂલ્યે તાલીમ તથા સાહિત્ય અપાશે. ઉમેદવારોએ કોલેજમાં ફોર્મ ભરી જવા જણાવાયું છે.