• Gujarati News
  • National
  • તાપી જિલ્લામાં 24 કલાક મેઘરાજાની તોફાની બેટિંગ

તાપી જિલ્લામાં 24 કલાક મેઘરાજાની તોફાની બેટિંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપીજિલ્લામાં શુક્રવાર સવારે 6 કલાક સુધી સાતેય તાલુકામાં 10 ઈંચથી લઇ 8 મિમી સુધી વરસાદ વરસ્યો હતો. જેમાં ડોલવાણ, વ્યારા અને સોનગઢમાં ધોધમાર વરસાદ પડતા પંથકના નદી નાળા છલકાય હતા. છેલ્લા ચોવીસ કલાકમાં એકધારા હળવા ભારે વરસાદી ઝાપટા વારસ્યા હતા. બીજી તરફ રાજયના હવામાન વિભાગે અગાવથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. જેના પગલે તંત્રએ લોકોને સલામતીના પુરતા પગલાં ભરવાની સાથે તાપી જિલ્લાના કલેકટર કચેરીના ડિઝાસ્ટર શાખાને એલર્ટ કરી દેવાયું હતું. તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, સોનગઢ, ઉચ્છલ, નિઝર, ડોલવણ, કુકરમુન્ડામાં વાવણી લાયક વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને તેઓ વાવણીકાર્યમાં જોડાઇ ગયાં છે. જોકે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મેઘરાજાએ ધામો નાખી દેતા તાપી જિલ્લાને પાણીથી તરબોળ કરી દીધા હતા. વ્યારા, વાલોડ અને સોનગઢ નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં પૂર અને વરસાદના પાણી માર્ગો અને ઘરો તેમજ ખેતરોમાં ઘૂસી જતા નુકસાની પોહચી હતી. ત્રણ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ્સથી જિલ્લાના અનેક નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની ફરિયાદ ઉઠી હતી. વ્યારા નગર ખાતે શંકર ફળિયું, કાનપુરા, આશાવાદી,ગોરૈયા, ભાટપુર સહીત વિસ્તારોમાં ઘરોમાં પાણી ભારત વિસ્તાર બેટ બની ગયો હતો. પાણી દૂર કરવા વ્યારા પાલિકા કામે લાગ્યું હતુ. તાપી જિલ્લા ખાતે શુક્રવારે સવાર 6 કલાક સુધીમાં વ્યારામાં 171 મિમી, વાલોડમાં 135 મિમી, સોનગઢમાં 110 મિમી, ઉચ્છલ 31 મિમી, ડોલવણમાં 249 મિમી, નિઝર 14 મિમી, કુકરમુન્ડા 08 મિમી વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે તાપી જિલ્લાની તમામ નદી નાળાઓમાં ઘોડાપૂર આવ્યા હતા. શુક્રવારે મેઘરાજાએ વિરામ લેતા જિલ્લામાં પાણી ઉતારી જતા જનજીવન થાળે પડ્યું હતું.

તમામ તાલુકામાં પાણીમાં તરબોળ

અન્ય સમાચારો પણ છે...