• Gujarati News
  • National
  • સોનગઢના મેઇન બજારમાં તસ્કરો ત્રાટક્યા, 2 દુકાનનાં તાળાં તોડી ચોરી

સોનગઢના મેઇન બજારમાં તસ્કરો ત્રાટક્યા, 2 દુકાનનાં તાળાં તોડી ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢનામેઈન બજારમાં આવેલ એક રેડીમેડ કપડાની દુકાનમાં અને સર્વિસરોડ પર આવેલ સ્પેરપાર્ટ્સની દુકાનમાં ગુરુવારે રાત્રીના સમયે ત્રાટકેલા બે ચોર ઈસમોએ શટરનું તાળું તોડી દુકાનમાં પ્રવેશ કરી ગલ્લામાં રહેલ રોકડ અને માલસામાન મળી કુલ રૂપિયા 40,500 ની ચોરી કરી નાસી છૂટ્યા હોવાનો બનાવ નોંધાયો છે.

સોનગઢના મેઇનરોડ પર આવેલ મંગલમ કલેક્શનના માલિક મંગલસિંહ ભાટી ગુરુવારે રાત્રીના સમયે પોતાની રેડીમેડ કપડાંની દુકાન બંધ કરી ઘરે ગયા હતા.પાછળથી બે અજાણ્યા તસ્કરોએ દુકાનના શટર પર લગાડેલ તાળું તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો.આ ચોરટાઓ દુકાનના ગલ્લામાં રહેલ અંદાજિત 3,000 રૂપિયાની રોકડ રકમ અને રૂપિયા 34,500 ની કિંમતના તૈયાર કપડાં મળી કૂલ રુ.37,500 ની ચોરી કરી બહાર નીકળી ગયા હતા.આ ચોર ઈસમો બાદમાં હાઇવેના સર્વિસ રોડ પર આવેલ જલારામ ઓઇલ નામની દુકાનની શટરના તાળા તોડી દુકાનમાં દાખલ થયા હતા.મોઢે બુકાની બાંધી દુકાનમાં ઘૂસેલા ચોરટાઓએ ગલ્લામાં રહેલ કાગળીયાઓ અને અન્ય વસ્તુઓ વેરવિખેર કરી અંતે ગલ્લામાં રહેલ અંદાજિત 2,000 જેટલી રોકડ રકમ લઈ બાદમાં નાસી છૂટ્યા હતા.આ ચોરીના બનાવ અંગે સવારે જાણકારી મળતા બંને દુકાનદારો પોલીસ ને જાણ કરી હતી.આ બનાવ અંગે મંગલસિંહ ભાટી સોનગઢ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

દુકાનની સીસીટીવીમાં કેદ થયાલા તસ્કરો.

રોકડ અને અન્ય સામાન મળી કુલ રૂપિયા 40,500ની મતા ચોરાઇ

મહારાષ્ટ્ર પાસિંગની કારમાં બે ચોર આવ્યા હતા

ચોરીના કામ ને બે તસ્કરોએ અંજામ આપ્યો હોવાનું સ્પેરપાર્ટ્સની દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયું છે.વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં મોઢે બુકાની બાંધી દુકાનમાં પ્રવેશેલા બે ચોર ગણતરીની મિનિટમાં ચોરી કરી સાથે લાવેલ મહારાષ્ટ્ર પાસિંગની કારમાં નાસી છૂટ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...