• Gujarati News
  • National
  • સોનગઢમાં નાયકા સમાજની બેઠકનું આયોજન

સોનગઢમાં નાયકા સમાજની બેઠકનું આયોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢખાતે આવેલ જલારામબાપાના મંદિર પરીસરમાં નાયકા સમાજના પ્રચાર-પ્રસાર તેમજ જાગૃતિ માટે એક વાર્ષિક સામાન્ય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક માં સુરત જિલ્લાનાં બારડોલી, વ્યારા, સોનગઢ, ઉચ્છલ વિસ્તારમાંથી સમાજના સેવાભાવી ભાઈ બહેનો હાજર રહ્યા હતા.

સોનગઢમાં યોજાયેલ વાર્ષિક બેઠકમાં ઉપસ્થિત લોકોને સંબોધતા જેરામભાઈ નાયકા અને અન્ય આગેવાનોએ સમાજમાં વ્યાપ્ત કુરીતિરિવાજોને તિલાંજલિ આપવાનો અનુરોધ કર્યો હતો. એમણે સમાજ પ્રગતિમાં દરેક સભ્યો સાથ સહકાર આપવા કટીબદ્ધ થાય એવી વિનંતી કરી હતી. બેઠકમાં પાયાના કાર્યકર તરીકે હાજર રહેલ જ્ઞાતિજનોએ પ્રતિજ્ઞા લીધી હતી કે અમો આજીવન સમાજ કાર્ય સાથે જોડાયેલા રહીશુ અને સમાજનું કાર્ય કરતા રહેશુ. પછી સુરત અને તાપી જિલ્લાનાં વિસ્તાર પ્રમાણેની કાર્યકારી સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું. સમિતિના સદસ્યો સમાજ જાગૃતિનું કાર્ય સાથે દરેક સદસ્યો સાથે સંપર્કમાં રહેશે એવું નક્કી કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રણીઓ દ્વારા ભવિષ્યમાં સમાજના માધ્યમથી થનાર કાર્યક્રમોની જાણકારી ઉપસ્થિત લોકોને આપવામાં આવી હતી અને આગામી બેઠક નવાપુર ખાતે આયોજિત થનાર હોવાની જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં સમાજ ટ્રસ્ટ તરફથી પ્રમુખ જેરામભાઈ નાયકા,મંત્રી ભરતભાઈ નાયકા, નાયકા બંધુ ક્રેડીટ સોસાયટીનાં મંત્રી શંકરભાઈ નાયકા તથા યુવા સંગઠનના સુનીલ નાયકા નવસારી, પરેશભાઈ નાયકા,વિજયભાઈ નાયકા,મનીષભાઈ નાયકા, દિનેશભાઈ નાયકા અને બારડોલીના સભ્યો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...