• Gujarati News
  • નાના બંધારપાડા ગામે પાંચ ગાય સાથે ટેમ્પો ઝડપાયો

નાના બંધારપાડા ગામે પાંચ ગાય સાથે ટેમ્પો ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢતાલુકાના નાના બંધારપાડા ગામની સીમમાંથી ગુરુવારે સવારે સોનગઢ પોલીસે એક છોટા હાથી ટેમ્પો અટકાવી તપાસ કરતાં એમાંથી ગેરકાયદે પાસ પરમીટ વિના ભરવામાં આવેલી પાંચ ગાય મળી આવી હતી. પોલીસે બનાવમાં બે આરોપીઓની ધરપકડ કરી કુલે 2,28,000નોમુદ્દામાલ જપ્ત કર્યો હતો.

સોનગઢ તાલુકાન વિવિધ ગામડોમાં આવેલ ચોર રસ્તે થઈ પાડોશમાં આવેલ નવાપુર નગરમાં ગાય ગૌવંશ વાહનોમાં ભરી મોકલવામાં આવે છે. અંગે સોનગઢ પોલીસને બાતમી મળતાં પીઆઈ આર. એસ. ડોડીયા તથા સ્ટાફ ગ્રામ્ય વિસ્તારોમાં વાહનની તપાસમી શરૂ કરીહતી. નાના બંધરપાડા ગામથી પસાર થતાં છોટા હાથી ટેમ્પો (GJ019U-3527)ને અટકાવી તપાસ કરતાંએમાંથી અત્યંત ક્રુરતાપૂર્વક કોઈ પણ જાતના ઘાસચારાની કે પાણીની સગવડ વિના પાંચ ગાય ભરેલી મળી આવી હતી. ગાય ઝંખવાવ તરફથી ભરીને વાયા સોનગઢ થઈ નવાપુર ખાટકીઓને ત્યાં લઈ જવાઈ રહી હતી. અંગે પોલીસે ટેમ્પામાં બેસેલા બીલાલ અનવર મુલતાની તથા ઈજમાલ યુસુફ મુલતાની બંને રહે મુલતાની ફળિયુ ઝંખવાવની ધરપકડ કરી હતી ગાયો મંગાવનાર આરીફ કુરેશી (રહે. ઈસ્લામપુરા, નવાપુર)ને વોન્ટેડ જાહેર કરાયો હતો.

બનાવમાં પાંચ ગાય કિંમત 25000 તથા ટેમ્પો 2,00,000 તથા મોબાઈલ 3000 મળી કુલે 2,28,000નો મુદ્દામાલ સીઝ કરી વધુ તપાસ આદરી છે.

નાના બંધારપાડા ગામે પાંચ ગાય ભરેલા ટેમ્પો સાથે પકડાયેલા બે ઈસમો.