• Gujarati News
  • National
  • જુનાઈ ગામે ટ્રકને આંતરી કલરના ડબ્બા લૂંટી લેવાયા

જુનાઈ ગામે ટ્રકને આંતરી કલરના ડબ્બા લૂંટી લેવાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢમાંડવી રસ્તા પર આવેલ જુનાઈ ગામ માંથી પસાર થતી એક ટ્રક ને એક્ટિવા સવાર બે ઈસમો અટકાવી રૂપિયા 3220 ની કિંમત નાં પેઇન્ટ નાં ચાર ડબ્બા લૂંટી ગયા હતા.

મૂળ માધાપર જી.જામનગર નાં રહેવાસી મહેન્દ્રભાઈ ભીમાણી ટ્રક નંબર GJ 3 Y 9575 માં એશિયન પેઇન્ટનાં કલર નાં ડબ્બા ભરી નીકળ્યા હતા.એઓ ગત મોડી સાંજ નાં સમયે સોનગઢ માંડવી રોડ પર આવેલ જુનાઈ ગામ પાસે થી પસાર થઈ રહ્યા હતા.આ સમયે એક્ટિવા નંબર GJ 26 L 5975 સવાર બે ઈસમો અને અન્ય એક બાઈક પર આવેલ ત્રણ ઈસમો પોતાની બાઈક ટ્રક આગળ મૂકી ટ્રક ને રોકી હતી.એમણે ચાલક ને માર મારવાની ધમકી આપી ટ્રક માં ભરેલ પેઈન્ટ નાં ડબ્બા પૈકી ચાર લીટર નાં ચાર ટીન કિંમત રૂપિયા 3220 ની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.

મોપેડ પર આવેલા 2 ઇસમોએ લૂંટ ચલાવી

અન્ય સમાચારો પણ છે...